નવી દિલ્હી:દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર માનહાનિવાળા નિવેદનો આપવા પર કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કાર્યવાહીની માંગ કરી હતી. આ અરજી હિન્દુ સેનાના પ્રમુખ સુરજીત સિંહ યાદવે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રવનીતસિંહ બિટ્ટુએ 15 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરેન્સમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
રવનીતસિંહ બિટ્ટુ સામે અરજી: અરજીમાં રવનીતસિંહ બિટ્ટુના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ' રાહુલ ગાંધી ભારતીય નથી. તેઓએ પોતાનો મોટા ભાગનો સમય દેશની બહાર કાઢ્યો છે. તેઓ દેશને પ્રેમ નથી કરતા. આ જ કારણ છે કે, તેઓ વિદેશમાં જઇને ખોટી રીતે બોલે છે. જે લોકો મોસ્ટ વોન્ટેડ છે જે અલગાવવાદી છે. બોમ્બ બંદૂક અને દારુગોળા બનાવવાના જે નિષ્ણાંત છે તે રાહુલ ગાંધીની પ્રશંસા કરી રહ્યા છે. દેશના દુશ્મન જે વિમાન ટ્રેન અને રસ્તા ઉડાડવા માગે છે તેઓ રાહુલ ગાંધીના સમર્થક છે. એવો કોઇ એવોર્ડ કે ઇનામ હશે જેમાં દેશના નંબર વન આતંકીને પકડવા પર મળતો હશે તો તે રાહુલ ગાંધીની વિરુદ્ધ હશે. કેમ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે.