ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદનું શિયાળુ સત્ર : લોકસભા 3 ડિસેમ્બર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત - PARLIAMENT WINTER SESSION 2024

સંસદ
સંસદ (IANS)

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2024, 1:10 PM IST

Updated : Dec 2, 2024, 1:15 PM IST

નવી દિલ્હી :આજે 2 ડિસેમ્બર, સોમવારના રોજ શરૂ થયેલી સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વિપક્ષી સાંસદોના સતત સૂત્રોચ્ચાર વચ્ચે સતત પાંચમા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. અદાણી કેસ, મણિપુર અને સંભલમાં હિંસા મુદ્દે વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે શિયાળુ સત્રની શરૂઆતથી જ સંસદની કાર્યવાહી અટકી પડી છે. વિપક્ષના સભ્યો સતત ચર્ચાની માંગ કરી અને સંસદમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. શિયાળુ સંસદનું પ્રથમ સત્ર 25 નવેમ્બરે શરૂ થયું, જેમાં બંને ગૃહોની કાર્યવાહી અગાઉથી સ્થગિત કરવામાં આવી હતી. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે.

LIVE FEED

1:14 PM, 2 Dec 2024 (IST)

વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

અદાણી કેસ, મણિપુર અને સંભલમાં હિંસા મુદ્દે વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે શિયાળુ સત્ર માટે સંસદની કાર્યવાહી અટકી પડી છે. સતત પાંચમા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

1:12 PM, 2 Dec 2024 (IST)

ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની કેબીનમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.

1:08 PM, 2 Dec 2024 (IST)

"બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર મુદ્દે દુનિયાએ હસ્તક્ષેપ કરવો જોઈએ": કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

બાંગ્લાદેશમાં હિંદુઓ પર કથિત અત્યાચારના આરોપો પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, મને લાગે છે કે જે રીતે કટ્ટરપંથીઓ હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે, તેઓને (હિંદુઓને) કાયદેસર રીતે જેલમાં નાખવામાં આવી રહ્યા છે. ભારતે કડક વલણ દાખવ્યું છે, પરંતુ વિશ્વએ આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. ઓવૈસી (અસદુદ્દીન) એક એવા વ્યક્તિ છે - જ્યારે બંધારણની પ્લેટિનમ જ્યુબિલી મનાવવામાં આવી રહી હતી ત્યારે તેઓ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન દરમિયાન ગેરહાજર હતા. તેઓ હંમેશા મુસ્લિમો વિશે વાત કરે છે - તેઓ પેલેસ્ટાઇનની પણ વાત કરતા, પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓના મુદ્દા પર તેઓ કેમ ચૂપ છે? આ મુદ્દે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય શા માટે ચૂપ છે?

1:01 PM, 2 Dec 2024 (IST)

"આ ભાજપ સરકારને ગૃહ ચલાવવામાં રસ નથી": સાંસદ સુદીપ બંદોપાધ્યાય

TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે, ગૃહ ચલાવવાની જવાબદારી શાસક પક્ષની છે. ગૃહ ચાલવું જોઈએ. TMC પાસે રાજ્ય સંબંધિત મુદ્દાઓ સહિત ઘણા અનિવાર્ય મુદ્દાઓ છે. અમારી પાસે બેરોજગારી, મોંઘવારી, ખાતરના પ્રશ્નો છે. બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં અદાણીના મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. ગૃહનું સંચાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી મુખ્ય શાસક પક્ષની છે. આ ભાજપ સરકારને ગૃહ ચલાવવામાં રસ નથી.

1:00 PM, 2 Dec 2024 (IST)

"અમે ગૃહ ચલાવવા માટે તૈયાર છીએ, જો બંધારણની ચર્ચા થાય": સાંસદ કેસી વેણુગોપાલ

કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ ગૃહ ચલાવવા માટે તૈયાર છે, પરંતુ સરકારે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેમની માંગણી સાથે સંમત થવું જોઈએ. અમે સ્પીકરને મળી ચૂક્યા છીએ અને અમારી એક જ માંગ છે કે તેમણે ગૃહને સુચારુ રીતે ચલાવવા માટે કાર્યવાહી કરવી જોઈએ. અમે ગૃહ ચલાવવા માટે તૈયાર છીએ, જો તેઓ અમને વચન આપે કે બંધારણની ચર્ચા થાય.

12:59 PM, 2 Dec 2024 (IST)

"સરકારે સંસદ ચલાવવા માટે વિપક્ષને સહકાર આપવો જોઈએ": સાંસદ શશિ થરૂર

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, એવા મુદ્દા છે જેના પર તમામ વિરોધ પક્ષો ચર્ચા કરવા માંગે છે. પેન્ડિંગ મુદ્દાઓમાંથી એક બંધારણના 75મા વર્ષ પર ચર્ચાની વિનંતી છે અને જો સરકાર તેને ચલાવશે તો સંસદ ચાલશે. અમે પહેલા પણ ઘણી વર્ષગાંઠ પર ચર્ચા કરી છે. સરકારે સંસદ ચલાવવા માટે વિપક્ષને સહકાર આપવો જોઈએ.

Last Updated : Dec 2, 2024, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details