નવી દિલ્હી:સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સાથે જ એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરની કોર્ટમાં પણ UAPA અને IPCની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની આગામી સુનાવણી 15 જુલાઈએ થશે.
એક હજાર પાનાની ચાર્જશીટ: દિલ્હી પોલીસે જેમની સામે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં મનોરંજન ડી, લલિત ઝા, અમોલ શિંદે, મહેશ કુમાવત, સાગર શર્મા અને નીલમ આઝાદનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, પોલીસે લગભગ એક હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
UAPAની કલમ 13 હેઠળ કાર્યવાહી: આજે સુનાવણી દરમિયાન પોલીસ તરફથી હાજર રહેલા એડવોકેટ અખંડ પ્રતાપ સિંહે આ મુદ્દે જણાવતા કહ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 186 અને UAPAની કલમ 13 હેઠળ કાર્યવાહી માટે પરવાનગીની રાહ જોવાઈ રહી છે. તેમણે કોર્ટને જણાવતા કહ્યું કે, આ કેસ બદલ પૂરક ચાર્જશીટ બે અઠવાડિયામાં દાખલ કરવામાં આવશે. આજે કોર્ટે આ કેસમાં આરોપી હોય એવા તમામ છ વ્યક્તિઓની જ્યુડિશિયલ કસ્ટડી 15 જુલાઈ સુધી લંબાવી છે.
સંસદની ચેમ્બરમાં કૂદયા આરોપી: તમને જણાવી દઈએ કે, 13 ડિસેમ્બર 2023ના રોજ બે આરોપીઓ સંસદની વિઝિટર ગેલેરીમાંથી ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. થોડી જ વારમાં, એક આરોપી ડેસ્ક પર ચાલતો હતો, તેણે તેના જૂતામાંથી કંઈક કાઢ્યું અને અચાનક પીળો ધુમાડો નીકળવા લાગ્યો. આ ઘટના બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. હંગામા અને ધુમાડા વચ્ચે કેટલાક સાંસદોએ આ યુવાનોને પકડી લીધા અને માર પણ માર્યો. થોડા સમય બાદ સંસદના સુરક્ષાકર્મીઓએ આ બંને યુવકોને પકડી લીધા હતા. સંસદની બહાર પણ સૂત્રોચ્ચાર કરતા અને પીળો ધુમાડો ફેંકતા બે લોકો ફરતા હતા, તેમની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો? 21 ડિસેમ્બર, 2023ના રોજ, પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને 24 કલાકની અંદર આરોપી નીલમના પરિવારને FIRની નકલ આપવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે બાદ 22 ડિસેમ્બર 2023ના રોજ હાઈકોર્ટે પટિયાલા હાઉસ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.
- જ્યારે નીતિશ કુમારે મોદીને પૂછ્યું, 'શપથ ગ્રહણ સમારોહની રાહ શા માટે?' - Nitish Kumar On Pm Modi
- PM નરેન્દ્ર મોદી સામે હાર્યા બાદ પણ અજય રાય ખુશ, બનાવ્યો નવો રેકોર્ડ, 73 વર્ષ બાદ કર્યું આ પરાક્રમ - AJAY RAI NEW RECORD