ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિવસમાં 5 કલાક વેંચતો હતો સમોસા, રાતે અભ્યાસ કરીને NEET UGમાં મેળવી સફળતા, હવે બનશે ડૉક્ટર - samosa seller cleared NEET UG - SAMOSA SELLER CLEARED NEET UG

નોઈડાના સેક્ટર 12ના એન બ્લોકમાં ભાડાના મકાનમાં રહેનાર સનીએ NEET UG પરીક્ષામાં જ્વલંત સફળતા હાંસલ કરી છે. સનીએ 720માંથી 664 માર્ક્સ મેળવ્યા છે. તેણે પોતાની સફળતાનો શ્રેય તેની માતાને આપ્યો છે. samosa seller cleared NEET UG 2024

સનીએ ક્રેક કરી  NEET UGની પરીક્ષા
સનીએ ક્રેક કરી NEET UGની પરીક્ષા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 7:57 AM IST

નવી દિલ્હી/નોઈડા: નોઈડાના સેક્ટર 12ના એન બ્લોકમાં ભાડાના મકાનમાં રહેતા સની નામના વિદ્યાર્થીએ NEET UGની પરીક્ષામાં જ્વલંત સફળતા હાંસલ કરી છે. સની માત્ર 18 વર્ષનો છે અને તેણે સમોસા અને બ્રેડ પકોડા વેચીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. ETV ભારત સાથે વાત કરતી વખતે સનીએ જણાવ્યું કે, તે દિવસના 2 વાગ્યે સ્કૂલેથી આવ્યા પછી, તે સાંજે 4 થી 9 વાગ્યા સુધી એક લારીમાં સમોસા અને બ્રેડ પકોડા વેચતો હતો. ત્યારબાદ તે રાત્રે 10 વાગ્યાથી લઈને રાત્રે 3 અને 4 વાગ્યા સુધી અભ્યાસ કરતો હતો. આ પછી તેણે NEET પરીક્ષામાં સફળતા મેળવી. સનીએ 720માંથી 664 માર્ક્સ મેળવ્યા છે.

સનીને ન મળ્યો પિતાનો સહયોગ: NEET UG પરીક્ષા પાસ કરનાર સની કહે છે કે, દુકાનમાં 5 કલાક મહેનત કર્યા બાદ તેને રાત્રે જ NEET પરીક્ષાની તૈયારી કરવાનો સમય મળતો હતો. સનીએ જણાવ્યું કે નાનપણથી જ તેના પિતા તેની સાથે રહેતા ન હતા અને ન તો તેને અભ્યાસમાં પિતાનો કોઈ સહયોગ મળ્યો હતો. તેણે NEET પરીક્ષા પાસ કરવાનો શ્રેય સંપૂર્ણપણે તેની માતા અને મોટા ભાઈ અને પરિવારના અન્ય સભ્યોને આપ્યો છે.

કેવી રીકે કરી તૈયારીઃસનીએ જણાવ્યું કે તેણે દિવાલો પર નોટ્સ ચોંટાડી હતી, જેથી જ્યારે તેને નોટ્સ ખોલવાનું મન ન થાય ત્યારે તે દીવાલો પર મૂકેલી નોટ્સ વાંચતો હતો. તેણે જણાવ્યું કે NEET પરીક્ષા પાસ કરવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ કમાવવું એક સાથે ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ અભ્યાસ અને ઘરખર્ચ બંનેને ધ્યાનમાં રાખીને શાળાએથી પાછા આવીને અને માત્ર થોડા કલાકો આરામ કર્યા પછી હું કામ પણ કરી લેતો હતો .

લોકોની સેવા કરવા માંગે છે સનીઃ નોઈડામાં ભાડાના મકાનમાં રહેતા સનીએ કહ્યું કે તે MBBS કર્યા બાદ MS સર્જીકલ કરવા માંગે છે. અભ્યાસ પૂરો કર્યા બાદ સની એક સારા ડૉક્ટર તરીકે સામાન્ય લોકોની સેવા કરવા માંગે છે. તેમણે કહ્યું કે નોઈડાની સરકારી હોસ્પિટલોની હાલત જોઈને લાગે છે કે સામાન્ય જનતાની સેવા કરવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો:

  1. NEET UG કાઉન્સેલિંગ રાઉન્ડ-1 માટે પ્રોવિઝનલ સીટ એલોટમેન્ટ જાહેર, જાણો કેવી રીતે ચેક કરશો... - NEET UG 2024
  2. NEET-UG 2024ની પરીક્ષામાં કોઈ ઉલ્લંઘન થયું નથી, પેપર લીક માત્ર પટના અને હજારીબાગ સુધી સીમિત: સુપ્રીમકોર્ટ - NEET UG 2024 Supreme Court

ABOUT THE AUTHOR

...view details