ગુવાહાટી:આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શનિવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આધાર કાર્ડ માટે નવા અરજદારોએ ફરજિયાતપણે તેમનો NRC અરજી રસીદ નંબર (ARN) આપવો પડશે. સીએમએ શનિવારે કહ્યું કે આસામના ચાર જિલ્લાઓમાં તેમની અંદાજિત વસ્તી કરતા વધુ આધાર કાર્ડ ધારકો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, બરપેટા, ધુબરી (બંને નીચલા આસામમાં), મોરીગાંવ અને નાગાંવ (બંને મધ્ય આસામમાં) તેમની અંદાજિત વસ્તી કરતાં વધુ આધાર કાર્ડ ધારકો છે. તેમણે કહ્યું કે, 'આ હેતુ માટે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે અને તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.'
સીએમએ કહ્યું કે NRC માટે અરજી કરવી ફરજિયાત છે, પછી ભલે તમે NRCમાં જોડાયા હોય કે ન હોય. સરમાએ કહ્યું, 'જો તમે NRC માટે અરજી કરી નથી, તો તમને આસામમાં આધાર કાર્ડ નહીં મળે. અમે દરેક વસ્તુની નજીકથી તપાસ કરીશું અને પ્રક્રિયાને કડક અને સખત બનાવીશું.