ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુમાં બાબા ફખરુદ્દીનના ઘર પર NIA રેડ : જાણો કયા કેસમાં થઈ ધરપકડ - BABA FAKHRUDDIN ARRESTED

NIA ટીમે તમિલનાડુમાં બાબા ફખરુદ્દીનના ઘરે દરોડા પાડ્યા અને તેની ધરપકડ કરી હતી. ફખરુદ્દીન પ્રતિબંધિત ખિલાફત ચળવળનો સભ્ય હોવાનું કહેવાય છે.

બાબા ફખરુદ્દીનના ઘર પર NIA રેડ
બાબા ફખરુદ્દીનના ઘર પર NIA રેડ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 4, 2025, 9:24 AM IST

તમિલનાડુ :રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ટીમે સોમવારના રોજ તમિલનાડુના તિરુવરુર જિલ્લાના મન્નારગુડી સ્થિત બાબા ફખરુદ્દીનના ઘરે દરોડા પાડ્યા હતા. શોધખોળ બાદ અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. સમાચાર મુજબ તપાસ એજન્સી આજે સવારે 5 વાગે તેમના ઘરે દરોડો પાડવા પહોંચી હતી. ફખરુદ્દીન પ્રતિબંધિત ખિલાફત ચળવળનો સભ્ય હોવાનું કહેવાય છે.

બાબા ફખરુદ્દીનની ધરપકડ :NIA ટીમે બાબા ફખરુદ્દીનના ઘરે દરોડા પાડી તેના પર લાગેલા આરોપોની તપાસ માટે ફખરુદ્દીનના ફોન જપ્ત કરી લીધા હતા. NIA એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફખરુદ્દીન હજુ પણ પ્રતિબંધિત વિરોધી ચળવળના સંપર્કમાં છે કે નહીં. ઉપરાંત, પ્રતિબંધિત ચળવળ સાથે સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા શોધવા માટે અધિકારીઓ તેના ઘરે પહોંચ્યા.

NIA ટીમ દ્વારા કાર્યવાહી :નોંધનીય છે કે, 2021માં પણ બાબા ફખરુદ્દીનના ઘરે NIA ટીમે દરોડા પાડ્યા હતા. જે બાદ આજે બીજી વખત દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. NIAના અધિકારીઓએ લગભગ 5 કલાક સુધી ફખરુદ્દીનના ઘરની સર્ચ કરી હતી. સવારે 10 વાગ્યાની આસપાસ સર્ચ પૂર્ણ થયા બાદ અધિકારીઓએ બાબા ફખરુદ્દીનની ધરપકડ કરી હતી. ફખરુદ્દીન પ્રતિબંધિત ખિલાફત ચળવળનો સભ્ય હોવાનું કહેવાય છે.

પેન ડ્રાઈવ અને મોબાઈલ જપ્ત :અધિકારીઓએ બાબા ફખરુદ્દીનની પાસેથી એક પેન ડ્રાઈવ અને બેંક એકાઉન્ટ બુક પણ જપ્ત કરી છે. NIA અધિકારીઓના દરોડા દરમિયાન બાબા ફખરુદ્દીનના ઘરની બહારના ગેટ પર સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જેના કારણે આજે મન્નારગુડી વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી.

  1. ABVP કાર્યકર ચંદન ગુપ્તા હત્યા કેસ, 28 ગુનેગારોને આજીવન કેદની સજા
  2. NIAએ ગૃહ મંત્રાલયના નિર્દેશ પર મણિપુર હિંસા કેસની તપાસ શરૂ કરી

ABOUT THE AUTHOR

...view details