હૈદરાબાદ:મોદી સરકાર અર્થતંત્રને વેગ આપવા, ઉત્પાદકતા વધારવા અને નોકરીઓનું સર્જન કરવા માટે 100 દિવસનો વિકાસ કાર્યક્રમ અમલમાં મૂકવાની યોજના બનાવમાં આવી રહી છે. એવામાં વિવિધ પહેલોમાં કૃષિ માળખાગત વિકાસને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ યોજનાના ભાગ રૂપે, આગામી પાંચ વર્ષમાં લગભગ 85 જેટલા સ્ટાર્ટઅપ્સની કામગીરીને વધારવામાં આવી છે, જેની માટે "એગ્રી-શ્યોર ફંડ" નામનું ફંડ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રત્યેકની ટિકિટનું કદ 25 કરોડ સુધીનું હશે.
"એગ્રી-શ્યોર" નામનું એક અલગ ફંડ: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં ફંડની નોંધણી કરવા માટે નાબાર્ડના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ એક અલગ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. જેમાં સરકારનો ઉદેશ્ય છે, ખેડૂતોને તેમના ઉત્પાદનને વધુ સારી રીતે હેન્ડલ કરવામાં મદદ કરવી અને લાભકારી ભાવો મેળવવા માટે ખેતરોમાં કાપણી પછીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણને પ્રોત્સાહન આપવુ. મોદી સરકાર કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોની મૂલ્ય શૃંખલામાં કાર્યક્ષમતા લાવવા માટે માટે "એગ્રી-શ્યોર" નામનું એક અલગ ફંડ, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઈએફ) અને કૃષિ માર્કેટિંગ માટે સંકલિત યોજનાઓ શરૂ કરી શકે છે. જેમાં એગ્રો-ટેક્નોલોજી, ફૂડ પ્રોસેસિંગ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોથી સંબંધિત સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થશે.
100-દિવસના કાર્યક્રમમાં આના પર ધ્યાન કેન્દ્રિત:આ 100 દિવસના કાર્યક્રમમાં સંસ્થાકીય સુધારાઓ કરવામાં આવશે જેમ કે, ખેડૂતોને કૃષિ બજાર સમિતિઓમાં તેમના પ્રતિનિધિઓને લોકતાંત્રિક રીતે પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં ભારે રોકાણ કરવામાં આવશે, બજારોને જોડતા ગ્રામીણ રસ્તાઓની ગુણવત્તામાં સુધારો કરાશે, વેરહાઉસ, પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને ફાર્મ્સ ગ્રેડિંગ લેબ, પાકોના ક્લસ્ટરિંગ વિકસાવવામાં આવશે, આ ઉપરાંત નાના ખેડૂતોને કૃષિ ઉત્પાદક કંપનીઓ (FPOs) માં શિક્ષિત કરવા અને તેમને એકસાથે આવવા અને વધુ પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં તેમને વ્યાજમુક્ત કાર્યકારી મૂડી, ઉત્પાદક કંપનીઓ દ્વારા મેળવેલા નફા માટે કર રાહતોની જાણકારી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ખેડૂત મૈત્રીપૂર્ણ પાક વીમો અમલમાં મૂકવામાં આવશે તેમજ વધુ સારી કિંમતની પ્રાપ્તિ માટે મોલ્સ અને સુપરમાર્કેટ સાથે જોડાણ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય સરકાર આગળ વધીને કૃષિની સધ્ધરતા સુધારવા માટે રોકાણ કરશે.
વાર્ષિક 3% વ્યાજ સબવેન્શન ઉપલબ્ધ: આ નવી સરકાર AIF ના અમલીકરણને વેગ આપે તેવી અપેક્ષા છે, જેનો હેતુ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો, કૃષિ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ વગેરેના એકત્રીકરણ પર ધ્યાનકેન્દ્રીત કરવાનો અને લણણી પછીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. આ ધિરાણ સુવિધા હેઠળ, રૂ. 2 કરોડની મર્યાદા સુધીની તમામ લોન પર વાર્ષિક 3% વ્યાજ સબવેન્શન ઉપલબ્ધ થશે. અને આ છૂટ વધુમાં વધુ સાત વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.
ખેતીની આવક વધારવા માટે પાયાના સ્તરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર :સરકાર દ્વારા AIF હેઠળ 48,352 પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં લગભગ 35,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ મંજૂર કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં વેરહાઉસ, પ્રાથમિક પ્રક્રિયા એકમો, કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોર પ્રોજેક્ટ્સ અને એસેઇંગ યુનિટ્સનો સમાવેશ થાય છે. AIF ઉદ્દેશ્ય ખેતીની આવક વધારવા માટે પાયાના સ્તરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો છે. કારણ કે, કૃષિ ક્ષેત્રના ઘણા ક્ષેત્રોને તાત્કાલિક સહાયની જરૂર છે, જેમ કે, ખેતરમાં લણણી દરમિયાન, અનાજ, શાકભાજી, ફળો, માછલી વગેરે માટે માઇક્રો લેવલ પર સંગ્રહ કરવો. આથી મે 2024 ના છેલ્લા અઠવાડિયામાં કેળાના ખેડૂતોને હીટવેવના કારણે પાકને ભારે નુકસાન થયું હતું, એ જ રીતે, પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં આકીવેડુ જેવા સ્થળોએ, ભારે ગરમીને કારણે માછલીના તળાવોમાં ઓક્સિજન ઓછો થયો હતો જેનાથી માછીમારોને ભારે નુકશાન સહન કરવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લાંબા ગાળા સુધી ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. યોજના અંતર્ગત એઆઈએફની સંપૂર્ણ રકમ નાણાકીય વર્ષ 21 અને 26ની વચ્ચે વહેંચવાની હતી. જ્યારે ભંડોળ અંતર્ગત આ સહાયતા નાણાકીય વર્ષ 2033 સુધી ફાળવવામાં આવશે.
ક્લસ્ટર-આધારિત અભિગમનો ઉપયોગ: મોદી સરકારે કૃષિ માર્કેટિંગ માટેની હાલની સંકલિત યોજના દ્વારા ખેતરોમાં માર્કેટિંગ માળખાના નિર્માણમાં રાજ્યોને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ નક્કી કર્યું છે. હાલમાં, ઇલેક્ટ્રોનિક-નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ (e-NAM) હેઠળ, 1,361 મંડીઓ એકીકૃત કરાઇ છે અને લગભગ 18 મિલિયન ખેડૂતો કૃષિ કોમોડિટીના ઓનલાઈન વેપારમાં ભાગ લઈ રહ્યા છે. વધુમાં, સરકારે ચોક્કસ પાકો માટે ઉત્પાદન ક્લસ્ટર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેથી તેનું વધુ સારું માર્કેટિંગ થાય. ક્લસ્ટર-આધારિત અભિગમ ખેડૂતોને પ્રોસેસિંગ એકમો સાથે જોડવામાં અને પરિવહન ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.
આટલા કૃષિ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ: જ્યારે આ યોજનાને રાષ્ટ્રીય પહેલ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે, ત્યારે નવી સરકારને આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ જેવા કૃષિ રાજ્યો સરકારને વિનંતી કરી રહ્યા છે કે આ તમામ રાજ્યોમાં કૃષિ માળખાકીય વિકાસની અવગણના કરવામાં આવી છે, કારણ કે આ રાજ્યોનું બજેટ કૃષિ માળખાકીય સુવિધાઓ માટે પૂરતું ભંડોળ પૂરું પાડવામાં નિષ્ફળ ગયું છે. આ રાજ્ય સરકારો તેમના મોટા ભાગના બજેટ સંસાધનો મફતમાં અને અન્ય કલ્યાણ કાર્યક્રમો પર ખર્ચે છે, જેમાં કૃષિ માળખાગત વિકાસ માટે બહુ ઓછું કે કોઈ ભંડોળ બાકી રહેતું નથી. માટે આ રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે માંગણી કરવામાં આવી છે.
- મંત્રીઓના વિભાગોનું વિભાજન, અમિત શાહ ફરી ગૃહમંત્રી બન્યા, શિવરાજ સિંહને કૃષિ મંત્રાલય મળ્યું - PM MODI MINISTERS PORTFOLIO
- PM કિસાન યોજનાનો 17મો હપ્તો આ દિવસે જાહેર થશે, કેવી રીતે અરજી કરવી, પ્રક્રિયા તપાસો - PM Kisan Yojana 17th Instalment