ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NCP MLA Rohit Pawar: NCP ધારાસભ્ય રોહિત પવાર ઈડી સમક્ષ હાજર થયા - મુંબઈ

મહારાષ્ટ્રમાં કથિત રાજ્ય સહકારી બેન્ક કૌભાંડ મામલે બુધવારે NCP ધારાસભ્ય રોહિત પવાર ઈડી સમક્ષ હાજર થયા હતા. તેની પહેલા તેમણે વિધાનસભા ભવનની મુલાકાત લઈ છત્રપતિ શિવાજી અને ભારતીય બંધારણ આગળ માથુ ટેકવ્યું હતું. NCP MLA Rohit Pawar ED

NCP ધારાસભ્ય રોહિત પવાર ઈડી સમક્ષ હાજર થયા
NCP ધારાસભ્ય રોહિત પવાર ઈડી સમક્ષ હાજર થયા

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 8:11 PM IST

મુંબઈઃ બુધવારે NCP ધારાસભ્ય રોહિત પવાર(NCP સુપ્રીમો શરદ પવારના પૌત્ર) મહારાષ્ટ્રમાં કથિત રાજ્ય સહકારી બેન્ક કૌભાંડ મામલે ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીના એક અધિકારીએ આ માહિતી પૂરી પાડી છે.

NCP સાંસદ સુપ્રિયા સુલે અને પાર્ટીના અન્ય નેતાઓ ઈડીના પ્રવેશદ્વાર સુધી 38 વર્ષીય રોહિત પવારની સાથે ગયા હતા. રોહિત પવાર સવારે સાડા દસની આસપાસ દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલ ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. ઈડીની ઓફિસ જતા પહેલા રોહિત પવારે NCP કાર્યાલય પર જઈ શરદ પવાર સાથે વાતચીત કરી તેમને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા.

રોહિત પવારે વિધાનસભા ભવનની મુલાકાત લઈ છત્રપતિ શિવાજી અને ભારતીય બંધારણ આગળ માથુ ટેકવ્યું હતું. રોહિત પવાર ઈડી ઓફિસમાં દાખલ થાય તે અગાઉ સુપ્રિયા સુલેએ તેમણે બંધારણની એક નકલ આપી હતી. સુલેએ રોહિત પવારને આલિંગન આપ્યું અને જ્યારે રોહિતે સુલેને પગે લાગીને આશીર્વાદ લીધા હતા.

રાજ્યભરમાંથી સેકડો NCP કાર્યકર્તાઓ દક્ષિણ મુંબઈમાં આવેલ NCPની ઓફિસે પહોંચ્યા હતા. આ કાર્યકર્તાઓએ રોહિત પવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો. ઈડી વિરુદ્ધ પ્રદર્શન કર્યુ. NCP ઓફિસમાં દાખલ થતા પહેલા રોહિત પવારે પત્રકારોને જણાવ્યું કે, મેં હંમેશા તપાસ એજન્સીને સહકાર આપ્યો છે અને હું ભવિષ્યમાં પણ તેમને સહકાર આપીશ.

રોહિત પવારે કહ્યું કે, અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા છે, તેમણે જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે તે અમે પૂરા પાડ્યા છે. હું તેમની સામે હાજર થઈશ અને જે જાણકારી તેઓ માંગશે તે આપીશ. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક ધન શોધન મામલે મુંબઈ પોલીસની આર્થિક અપરાધિક શાખાની ઓગષ્ટ 2019ની FIR બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ઈડીએ 5મી જાન્યુઆરીના રોજ રોહિત પવારની માલિકીની કંપની બારામતી એગ્રોના બારામતી, પુના, ઔરંગાબાદ જેવા અનેક સ્થળો પણ તપાસ કરી હતી. જ્યારે બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સહકારી ક્ષેત્રની મિલોને નકલી રીતે ખાંડ વેચવાના આરોપની તપાસ કરવાનો આદેશ કર્યો ત્યારે કેસ દાખલ કરવામાં આવ્યો. ખાંડને બહુ ઓછી કિંમતમાં વેચવાનો પણ આરોપ લાગ્યો છે.

  1. Nawab Malik News: સુપ્રીમ કોર્ટે નવાબ મલિકના વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો
  2. ઈન્ડિયા અલાયન્સનું જંતર મંતર પર સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details