નવી દિલ્હી:જંગપુરા વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયાએ જંગપુરાથી પોતાનો ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે. તેઓએ ચૂંટણી અભિયાનની શરુઆત ભગવાન રામના આશિર્વાદની સાથે કરી. મનીષ સિસોદિયા પોતાની પત્ની સાથે મંદિર દર્શનાર્થે પહોંચ્યા. ત્યાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવા માટે જંગપુરાથી ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો હતો. તેઓ ભગવાન રામ અને ભગવાન હનુમાનના દર્શનાર્થે આવ્યા હતા. સિસોદિયાએ કહ્યું કે, 'ભાજપવાળા મકાન શોધી રહ્યા છે. અમે રામ શોધી રહ્યા છીએ'.
તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે, આ સીટ પર ફરી એક વાર AAPની જીત થશે, તેઓએ ચૂંટણી પ્રચારની શરુઆત મંદિર દર્શનની સાથે કરી હતી. તેઓએ સવારે સવારે ભગવાન શ્રી રામ અને બજરંગબલીના દર્શન કર્યા હતા અને આશિર્વાદ પણ લીધા હતા. પટપડગંજથી ધારાસભ્ય મનીષ સિસોદિયા આ વખતે જંગપુરાથી ચૂંટણી મેદાને ઉતર્યા છે. પાર્ટીએ આ વખતે સીટ બદલી નાખી છે.
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, આજે જંગપુરા વિધાન સભાથી અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રીના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચાર શરુ કરી રહ્યો છું. આજે મારી સાથે ધારાસભ્ચ પ્રવિણકુમારના પરિવાર સાથે મારી પત્ની સીમા સિસોદિયાએ ભગવાન શ્રી રામના આશિર્વાદ લીધો હતો. સીટ બદલાવ પર તેમણે જણાવ્યું કે, હું જ બદલાઇ રહ્યો છું, જંગપુરાના કાર્યકરો પહેલાથી જ ચૂંટણી લડી રહ્યા છે. જંગપુરાના લોકો અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી આ વિધાનસભાથી હંમેશા જીતતી રહી છે. આ વખતે આશા છે કે, આ વિધાનસભા સીટ પરથી પાર્ટી ચૂંટણી જીતશે. જંગપુરા સીટ પર હાલના ધારાસભ્ય પ્રવિણ કુમાર છે.