બિહપુરિયાઃછેલ્લાં એક સપ્તાહથી ગુજરાતનો એક લાચાર પિતા પોતાના ગુમ પુત્રને શોધવા માટે આસામના લખીમપુર જિલ્લામાં ફરી રહ્યો છે. જે કથિત રીતે છેલ્લાં એક મહિનાથી ગૂમ છે. ગુજરાતના મહેસાણાના ચેતન પટેલ નામના આ વ્યક્તિ પોતાના 17 વર્ષના દિકરા સાહિલ પટેલની શોધખાળમાં નારાયણપુરમાં ફરી રહ્યો છે, કારણ કે થોડા દિવસ પહેલાં કોઈ અજાણ્યા વ્યક્તિ તેને ફોન પર માહિતી આપી હતી કે, તેનો દિકરો નારાયણપુરમાં છે. આ અંગેનો ફોન આવતાની સાથે ચેતન પટેલ નારાયણપુર પહોંચી ગયાં.
પરંતુ કમનસીબી એ છે કે તેઓ એક સપ્તાહથી તેના પુત્રની શોધખોળ કરી રહ્યાં છે, તેમ છતાં પુત્ર અંગે કોઈ ભાળ મેળવી શક્યા નથી. જાણવા મળ્યું છે કે, થોડા વર્ષો પહેલા સાહિલ પટેલનો પરિચય નારાયણપુરની એક કિશોરી સાથે થયો હતો. ટૂંક સમયમાં જ ઓળખાણ પ્રેમમાં પરિણમી અને સાહિલ યુવતીને મળવા ગુજરાતથી આવ્યો. પરંતુ તે સમયે બંને સગીર હતા અને છોકરાના પિતા સાહિલને ગુજરાતમાં તેના ઘરે પરત લઈ ગયા હતા.
તાજેતરમાં સાહિલ એક મહિના પહેલા ફરી ગુમ થયા બાદ સાહિલના પિતાને બે નંબર પરથી ફોન આવ્યો હતો. બે લોકોએ ફોન નંબર પરથી પિતાને ફોન કરીને પુત્રને શોધવાનું વચન આપી પૈસાની માંગણી કરી હતી. જોકે, બંને ફોન નંબરના માલિકો હવે ચેતન પટેલના ફોન કોલ્સનો જવાબ આપતા નથી. જેના કારણે પિતા હવે મુંઝવણમાં મુકાયા છે. હાથમાં પોતાના એકમાત્ર પુત્રનો ફોટો પકડીને પિતા પુત્રની શોધમાં નારાયણપુર અને ગોહપુરની સડકો પર ભટકી રહ્યા છે.
આ લાચાર પિતાએ હવે નારાયણપુર અને ગોહપુર પોલીસની મદદ લીધી છે, પરંતુ પોલીસ પણ હજુ સુધી તેના ગુમ થયેલા પુત્રને શોધી શકી નથી. હાલમાં યુવકની માતા તેમજ તેના પરિવારના સભ્યો સાહિલની તબિયતને લઈને ભારે ચિંતિત છે. પિતાએ લોકોને અપીલ કરી છે કે જો તેમને યુવક વિશે કોઈ માહિતી મળે તો તેઓ 9726142638 નંબર અથવા સ્થાનિક પોલીસને જાણ કરે. ચેતન પટેલે પણ મીડિયા દ્વારા તેમના પુત્રને તેની માતાની તબિયતની ચિંતાને ટાંકીને શક્ય તેટલી વહેલી તકે તેના માતાપિતા પાસે પાછા ફરવા વિનંતી કરી હતી.
- બીજાપુર નક્સલી એન્કાઉન્ટરમાં એક મહિલા નક્સલી સહિત 13 માઓવાદી માર્યા ગયા, એક સૈનિક ઘાયલ - Bijapur Naxal Encounter
- મુખ્તાર અંસારીના મૃત્યુના કેસમાં બાંદા જેલ સુપરિન્ટેન્ડેન્ટને સમન્સ, જેલના CCTV ફૂટેજ સુરક્ષિત કરવાની માંગ - MUKHTAR ANSARI DEATH CASE