હૈદરાબાદ:હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર, આ પર્વ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષના ચતુર્દશી તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરી, બુધવારના રોજ આવે છે.
લખનૌ જ્યોતિષાચાર્ય ડૉ. ઉમાશંકર મિશ્રના જણાવ્યા અનુસાર, આ વર્ષે મહાશિવરાત્રી પર ગ્રહોનો દુર્લભ સંયોગ જોવા મળશે. શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં સ્થિત રહેશે, જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. આ ઉપરાંત, રાહુ પણ મીન રાશિમાં રહેશે, અને આ બંને ગ્રહ એક જ રાશિમાં હોવાનો આ સંયોગ એક શુભ સંકેત માનવામાં આવે છે. આ યોગ લગભગ 152 વર્ષ બાદ થઈ રહ્યો છે.
આ દિવસે સૂર્ય અને શનિ બંને કુંભ રાશિમાં રહેશે. આ પ્રકારના યોગ ઘણા વર્ષો પછી જોવા મળ્યો છે. આ ગ્રહોના દુર્લભ સંયોગના પગલે કેટલીક રાશિના લોકોને અચાનક ધન લાભ અને ભાગ્યમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. ચાલો જાણીએ કે રાશિ આ વર્ષે મહાશિવરાત્રી પર વિશેષ રૂપે ભાગ્યશાળી રહેશે.
મેષ રાશિ:મહાશિવરાત્રીનો આ પર્વ નિમિત્તે મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ લાભદાયી સાબિત થશે. લાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન વાહન અને મકાનનું સુખ જોવા મળશે. નોકરિયાત વર્ગના લોકો તેમજ ધંધા કરનાર લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક છે. ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે, અને પૈસાની બચતમાં સફળતા મળશે.
મિથુન રાશિ:મિથુન રાશિના લોકો માટે મહાશિવરાત્રી પર બનનાર શુભ યોગ અત્યંત લાભકારી સાબિત થશે. માન-સન્માન અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. વ્યાપાર અને નોકરી બંનેમાં લાભ અને પ્રગતિના સારા અણસાર છે. ખાસ કરીને સરકારી કામમાં સફળતા મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે અને ધર્મ કાર્યમાં રુચિ વધશે.
મકર રાશિ: મકર રાશિના લોકો માટે મહાશિવરાત્રીનો આ યોગ અત્યંત લાભકારી બની શકે છે. ધનલાભની તકો વધશે અને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે. નોકરિયાત વર્ગના લોકોને નવી નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાની તુલનામાં વધુ સારી થશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે આ શુભ સમય છે અને આ સમય દરમિયાન આત્મવિશ્વાસ પણ વધશે.
આ પણ વાંચો:
- તીર કામઠા સાથે ઉજ્જૈનથી આવેલા 'ખૂની નાગા સન્યાસી', શસ્ત્ર પરંપરા, અખાડા અને એક અલગ ઓળખ
- મહાશિવરાત્રી મેળા પર પ્રથમ વખત સંશોધન, ભાવિકોના પ્રતિભાવો થકી ભાવિ આયોજન કરાશે