ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બે લાખનો મોબાઈલ, એપલની ઘડિયાળ, વૈભવી હોટલોમાં જલસા, નકલી IPSએ કર્યો એવો કાંડ કે... - FAKE IPS OFFICER

UPSCની પ્રિલિમિનરી પરીક્ષામાં બે વખત નાપાસ થયા બાદ એક વ્યક્તિએ નકલી IPS ઓફિસર ગણાવીને યુવાઓને છેતરવાનું કામ સાથે જલસા શરૂ કર્યા.

નકલી IPS ઓફિસર બનીને યુવાનોને છેતરનારો ઝડપાયો
નકલી IPS ઓફિસર બનીને યુવાનોને છેતરનારો ઝડપાયો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2025, 9:27 PM IST

સતારા: સરકારી નોકરીના બહાને યુવાઓ સાથે રૂ. 90 લાખની છેતરપિંડી કરનારા નકલી IPS અધિકારીનું સતારા-હૈદરાબાદ કનેક્શન સામે આવ્યું છે. નકલી IPS ઓફિસર શ્રીકાંત વિલાસ પવાર માટે નકલી આઈ-કાર્ડ બનાવનાર સંદિગ્ધની હૈદરાબાદના બહાદુરપુરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઈ-સર્વિસ સેન્ટર ઓપરેટર હોવાનું કહેવાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હૈદરાબાદમાં ઈ-સેવા સેન્ટર ચલાવતા અઝીમુદ્દીન નઈમુદ્દીન ખાને માત્ર 500 રૂપિયામાં નકલી આઈપીએસ આઈ-કાર્ડ બનાવ્યા હતા. ત્યાર બાદ કરાડ પોલીસની એક ટીમ હૈદરાબાદ ગઈ અને સંદિગ્ધની ધરપકડ કરી. આ કેસમાં શંકાસ્પદ આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, હાલ આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે.

સમાચાર અનુસાર, નકલી IPS ઓફિસર શ્રીકાંત પવારે 13 યુવાનો સાથે સરકારી નોકરી અપાવવાના નામે 90 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સતત પોલીસથી નાસતા-ફરતા આ આરોપીની પોલીસે 25 ડિસેમ્બરે ધરપકડ કરી હતી.

આરોપી પાસે બે લાખની કિંમતનો મોબાઈલ ફોન, એક લાખની કિંમતની ઘડિયાળ, દસ હજારની કિંમતના ચંપલ હતા અને તાજ-ઓબેરોય જેવી આલીશાન હોટલોમાં રહીને વૈભવી જીવન જીવતો હતો. તેણે ઈનોવા કારમાં એમ્બર લેમ્પ, અંગ્રેજી પુસ્તકો, યુનિફોર્મ અને ડાયરી પણ રાખી હતી. આરોપી સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મેદાનમાં પ્રેક્ટિસ કરતા યુવાનોને પોલીસ ફોર્સ અને આર્મીમાં જોડાવાનું કહીને તેમને ફસાવતો હતો.

તે IPS ઓફિસર (ઈન્ટેલિજન્સ બ્યુરો) હોવાના નાટક કરીને યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને ફસાવતો હતો. નકલી ઓફિસર એટલો ચાલાક હતો કે યુવકો પણ તેની જાળમાં ફસાઈ જતા હતા અને નોકરીના નામે પૈસા આપી દેતા હતાં.

નોકરી અપાવવા માટે યુવાઓ પાસેથી પડાવતો હતો લાખો રૂપિયા

નોકરી અપાવવા માટે આ નકલી આઈપીએસ અધિકારીએ યુવક પાસેથી બે લાખની કિંમતનો મોબાઈલ ફોન, એક લાખની એપલ ઘડિયાળ અને દસ હજારની કિંમતના ચંપલ જેવી મોંઘી વસ્તુઓ ખરીદી હતી. તે તાજ, ઓબેરોય જેવી ફાઈવ સ્ટાર હોટલોમાં રોકાતો હતો અને અહીંથી મીટિંગ કરીને યુવાનોને પ્રભાવિત કરતો હતો. નકલી IPS ઓફિસરે પૂણેથી ઈનોવા કાર પણ ભાડે લીધી હતી.

એ સ્પષ્ટ છે કે આ છેતરપિંડી કરનારે યુવકો પાસેથી વસૂલેલી રકમ પોતાની મરજી મુજબ ખર્ચી નાખી હતી. આ છેતરપિંડી કરનાર આરોપી બે વખત યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહ્યો હતો પરંતુ બંને વખત નાપાસ થયો હતો. જોકે, તેણે યુપીએસસી પાસ કર્યાનું નાટક કરીને સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. સમાચાર અનુસાર, તેની વિરુદ્ધ પુણેમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

અગાઉ સોલાપુર જિલ્લામાં પણ આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદો મળી હતી. ચોંકાવનારી વાત એ છે કે, જોબ પ્લેસમેન્ટ પ્રક્રિયા શરૂ કરવાના બહાને તેણે રાજ્ય સરકાર અને પોલીસ ફોર્સના નામે નકલી ઈ-મેલ આઈડી બનાવ્યું હતું.

  1. નવા વર્ષના પહેલાં નકલી અધિકારી ઝડપાયા, નવસારીના પ્રાંત અધિકારીને CMOમાં અધિકારીની ઓળખ આપી હતી
  2. આર્મીના ડ્રેસમાં યુવકને સીન સપાટા મારવા ભારે પડ્યા, નકલી જમાદાર બાદ નકલી આર્મીમેનની શાન ઠેકાણે લાવતી પોલીસ

ABOUT THE AUTHOR

...view details