મુંબઈ: મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એ કેટલાક અબજોપતિઓ અને ગરીબોની વિચારધારા વચ્ચેની લડાઈ છે. તેમણે કહ્યું કે ફોક્સકોન, એરબસ જેવા રૂ. 7 લાખ કરોડના મેગા પ્રોજેક્ટ ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યા, જેના કારણે મહારાષ્ટ્રના યુવાનોએ નોકરી ગુમાવી.
તેમણે કહ્યું કે, અમારી સરકાર આવશે તો અમે અનામતની 50 ટકા મર્યાદા હટાવી દઈશું. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એ વિચારધારાઓની લડાઈ છે, કેટલાક અબજોપતિઓ અને ગરીબો વચ્ચે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રની ચૂંટણી વિચારધારાઓની ચૂંટણી છે અને 1-2 અબજોપતિઓ અને ગરીબો વચ્ચેની ચૂંટણી છે. અબજોપતિઓ ઈચ્છે છે કે, મુંબઈની જમીન તેમના હાથમાં જાય. એક અંદાજ મુજબ 1 અબજપતિને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.