ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, પ્રયાગરાજમાં 50 લાખ લોકોને કરી મહાપ્રસાદની વહેંચણી - GAUTAM ADANI PRAYAGRAJ VISIT

અદાણી ગ્રુપના ચેરમેન અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક ગૌતમ અદાણી આજે મહાકુંભ 2025માં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા.

ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા
ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2025, 8:15 PM IST

નવી દિલ્હી:મહાકુંભ 2025નો આધ્યાત્મિક ઉત્સાહ પ્રયાગરાજ તરફ લોકોને આકર્ષી રહ્યો છે. એટલે જ તો ન આ નગરી ન માત્ર દેશ પરંતુ વિદેશના લાખો શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પણ આકર્ષી રહી છે. પવિત્ર શહેરની મુલાકાત લેતા અગ્રણી લોકોમાં અદાણી ગ્રુપના ચેરમેન અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો પણ સમાવેશ થાય છે, જેઓ આજે મંગળવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા.

50 લાખથી વધુ ભક્તોને 'મહાપ્રસાદ'નું વિતરણ કર્યું

મળતી માહિતી અનુસાર અદાણી પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવનારા છે. ત્યારબાદ તેઓ ધાર્મિક વિધિઓ અને પુજા-આરતી પણ કરઈ. તેઓ દર્શન માટે પ્રતિષ્ઠિત 'બડે હનુમાન મંદિર' પણ ગયા હતા. ભક્તિ અને સેવાની ભાવનાથી અદાણીએ 50 લાખથી વધુ ભક્તોને 'મહાપ્રસાદ'નું વિતરણ કર્યું હતું. અદાણી ગ્રુપ ઈસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી લાખો લોકો માટે સમગ્ર ઈવેન્ટ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મફત ભોજન અને પ્રસાદનું આયોજન કરી રહ્યું છે.

ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા (ANI)

પોતાની મુલાકાત દરમિયાન, અદાણી ગ્રુપના ચેરમેન ઇસ્કોન સમુદાયના ભોજન સમારંભમાં પણ ભાગ લેશે, જેનાથી શ્રદ્ધાળુઓની સેવામાં સીધું યોગદાન મેળવી શકે. પોતાના ઔપચારિક પ્રસાદ બાદ, અદાણી ભવ્ય કુંભ મેળો અને તેની વ્યવસ્થાઓનું પણ અવલોકન કર્યુ.

મહાકુંભ 2025

મહાકુંભ એ વિશ્વના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સમારોહમાંથી એક છે, જે દર 12 વર્ષે ભારતમાં ચાર સ્થાનોમાંથી એક પર યોજાય છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ આયોજનને સુરક્ષિત રાખવા માટે સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળો સહિત 10,000 થી વધુ જવાનોને તૈનાત કર્યા છે. આગામી મુખ્ય 'સ્નાન' તારીખ 29 જાન્યુઆરી (મૌની અમાવસ્યા - બીજું શાહી સ્નાન), 3 ફેબ્રુઆરી (બસંત પંચમી - ત્રીજું શાહી સ્નાન), 12 ફેબ્રુઆરી (માઘી પૂર્ણિમા) અને 26 ફેબ્રુઆરી (મહા શિવરાત્રી) છે.

  1. મહાકુંભ જીવનમાં એક જ વાર કેમ થઈ શકે? આ પહેલા ક્યારે આવ્યો હતો મહાકુંભ, જાણો મહાકુંભની મહાકથા
  2. મેળામાં 16 લાખના રોસ્ટેડ બટેટા ઝાપટી ગયા લોકો, દુકાનદારો થયો માલામાલ

ABOUT THE AUTHOR

...view details