પંજાબ :બોલિવૂડ એક્ટર સોનુ સૂદને 'ફેક કોઈન એપ' કેસમાં લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સોમવારે સુનાવણી બાદ કોર્ટે સોનુ સુદને નિર્દોષ જાહેર કર્યા હતા. અભિનેતા સોનુ સુદ સોમવારે વીડિયો કોલ દ્વારા સુનાવણી માટે લુધિયાણા કોર્ટમાં હાજર થયા હતા.
સોનુ સૂદ વિરુદ્ધ વોરંટ :આ પહેલા 29 જાન્યુઆરીએ લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ રમનપ્રીત કૌરની કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કોર્ટે મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ઓશિવારા પોલીસ સ્ટેશનના SHOને અભિનેતા સોનુ સૂદની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો.
કેસમાંથી સોનુ સૂદનું નામ હટ્યું...
નોંધનીય છે કે, કેસની તારીખ હતી અને સોનુ સૂદ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી બાદ સોનુ સૂદને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં આ કેસમાં કોઈપણ વકીલે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો, કારણ કે આ કેસ હાઈપ્રોફાઈલ હતો. વકીલોએ માત્ર એટલી જ માહિતી શેર કરી હતી કે, આ કેસમાંથી સોનુ સૂદનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
અગાઉ, સોનુ સૂદને પણ સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેના વિશે તેમણે X એકાઉન્ટ પર માહિતી શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, તેઓ ન તો આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ન તો તેઓનો આ કંપની સાથે કોઈ વ્યવહાર છે. તેમણે કહ્યું હતું કે, મીડિયામાં જાણી જોઈને તેમનું નામ ઉઠાવવામાં આવી રહ્યું છે.
શું છે 'ફેક કોઈન એપ' કેસ ?
આ સમગ્ર મામલો 'રાકીજા કોઈન કંપની' સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ સોનુ સુદને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર જણાવ્યો હતો. આ કેસમાં પોલીસે સોનુ સૂદને સાક્ષી તરીકે હાજર થવા માટે ઘણી વખત નોટિસ પાઠવી હતી, પરંતુ તેમણે ગંભીરતાથી ન લેતા, ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
- સોનુ સૂદ સામે વોરંટ જારી, શું ધરપકડ થશે? જાણો શું છે સમગ્ર મામલો
- સોનુ સૂદે ફરી ભારતને ગૌરવ અપાવ્યું, આ દેશના બન્યા બ્રાન્ડ એમ્બેસેડર