નવી દિલ્હીઃભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના નવા ચૂંટાયેલા સાંસદો શુક્રવારે નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કરવા માટે બેઠક કરશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો થઈ જશે. શપથગ્રહણ રવિવારે યોજાય તેવી શક્યતા છે.
ભાજપે તેમના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ શુક્રવારે મહત્વની બેઠક માટે દિલ્હી બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા માટે આજે 7 જૂને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશેે, જેમાં પાર્ટીના ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓ અને નેતાઓ પણ હાજર રહેશે. આજે 7 જૂને ભાજપ સંસદીય દળની બેઠક પણ થઈ શકે છે, જેમાં ભાજપના તમામ સાંસદો એકસાથે આવશે અને નરેન્દ્ર મોદીને પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહી શકે છે. શુક્રવારે જ NDA ગઠબંધનના તમામ સાંસદોની બેઠક પણ આજે મળી રહી છે, જેમાં નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. બીજા દિવસે આવતીકાલ 8મી જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે.