નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભામાં બહુમતીનો આંકડો પાર નહીં કરી શકે તેવી સંભાવના અંગે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આવું થવાની શક્યતા નથી લાગી રહી. ભાજપને પ્લાન બીની જરૂર નથી. જો ભાજપ લોકસભા ચૂંટણીમાં 272 થી ઓછી બેઠકો જીતશે તો તેમની રણનીતિ શું હશે ? તો અમિત શાહે કહ્યું કે, મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. PM મોદીની સાથે 60 કરોડ લાભાર્થીઓની ફોજ ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને આ તમામ લાભ મળ્યા છે તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી શું છે અને તેમને શા માટે 400 બેઠકો આપવી જોઈએ.
- પ્રચંડ બહુમતી મળશે, પ્લાન B ની જરૂર નથી : અમિત શાહ
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, પ્લાન B ત્યારે જ બનાવવો જોઈએ જ્યારે પ્લાન A સફળ થવાની સંભાવના 60 ટકાથી ઓછી હોય. મને ખાતરી છે કે પીએમ મોદી જંગી બહુમતી સાથે સત્તામાં આવશે.
- બંધારણમાં સુધારો કરવા માંગતા નથી : અમિત શાહ