નવી દિલ્હી :ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરોને બચાવનાર દિલ્હીના રૈટ માઈનર વકીલ હસનના ખજુરી ખાસમાં સ્થિત ઘરને DDA દ્વારા તોડી પાડવાના મામલાની લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ નોંધ લીધી છે. ઉત્તર પૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચેલા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, વકીલ હસનને વળતર તરીકે ઘર આપવામાં આવશે.
Rat miner vakeel hasan : રૈટ માઈનર વકીલ હસનને નવું ઘર મળશે, LG વીકે સક્સેનાએ આશ્વાસન આપ્યું - દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી
દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રૈટ માઈનર વકીલ હસનને નવું ઘર આપવાની વાત કરી છે. નોંધનીય છે કે, ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરોને બચાવનાર વકીલ હસનનું ઘર DDA દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
Published : Feb 29, 2024, 4:17 PM IST
આ પ્રસંગે ઉપસ્થિત ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી પણ આ વાત સાથે સંમત થયા હતા. આ પહેલા બુધવારના રોજ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા ખજુરી ખાસમાં સ્થિત રૈટ માઈનર વકીલ હસનના ઘરને ગેરકાયદેસર ગણાવીને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન વકીલ હસન અને તેની પત્ની ઘરે હાજર ન હતા અને DDA ટીમે બાળકોની નજરની સામે ઘર તોડી પાડ્યું હતું.
આ અંગે વકીલ હસને દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યારે મારી ટીમે સિલ્કયારા ટનલમાંથી કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, ત્યારે મેં મારું ઘર બચાવવા વિનંતી કરી હતી. એટલું જ નહીં સાંસદ મનોજ તિવારીએ પણ કહ્યું હતું કે, મારા ઘરને કંઈ નહીં થાય. પરંતુ તેમ છતાં મારું ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. વકીલ હસને આક્ષેપ કર્યો કે આ કાર્યવાહી કોઈપણ સૂચના વિના કરવામાં આવી છે. જ્યારે DDA ના અધિકારીઓએ કહ્યું કે, જે જમીન પર કાર્યવાહી કરવામાં આવી છે તે આયોજિત વિકાસ જમીનનો ભાગ છે. ત્યાં ઘણા ગેરકાયદે બાંધકામ હતા, તેથી કાર્યવાહી કરવામાં આવી હતી.