ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kerala government protest : કેરળ સરકારની પડખે આવ્યા સીએમ કેજરીવાલ, જંતરમંતર ખાતે આપ્યું મોટું નિવેદન - Delhi CM Arvind Kejriwal

કેરળ વિરુદ્ધ કેન્દ્રના કથિત ભેદભાવ સામે કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના (LDF) વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની સાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પણ હાજર છે.

કેરળ સરકારની પડખે આવ્યા સીએમ કેજરીવાલ
કેરળ સરકારની પડખે આવ્યા સીએમ કેજરીવાલ

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 4:14 PM IST

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને દક્ષિણના રાજ્યો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના (LDF) સમગ્ર મંત્રીમંડળની સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરથી નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ તેમના સમર્થનમાં આવ્યા છે. તમામ નેતાઓ કથિત આર્થિક અન્યાય સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આજે કેરળના સીએમને પોતાનું કામ છોડીને અહીં વિરોધ કરવા આવવું પડ્યું છે, દેશે આ દિવસ પણ જોવો પડ્યો છે. અડધા રાજ્યોમાં વિપક્ષની સરકાર છે અને બાકીના અડધા રાજ્યોમાં તેમની, પરંતુ એવું લાગે છે કે કેન્દ્ર સરકારે વિપક્ષને લઈને ભારત અને પાકિસ્તાન બનાવી દીધું છે.

સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, શું તમે વિપક્ષી રાજ્યોના સિત્તેર કરોડ લોકોને તમારા નથી માનતા ? આ સરકારોની સત્તા અંગે બંધારણમાં ઉલ્લેખ છે. પરંતુ વિપક્ષ સરકારોને પરેશાન કરવા માટે તમામ યુક્તિઓ અપનાવી રહ્યા છે. પહેલો રસ્તો-ફંડ બહાર પાડવું નહીં, બીજો રસ્તો - LG અને ગવર્નર કામ કરવા દેતા નથી અને ત્રીજો રસ્તો - એજન્સી દ્વારા કોઈપણને જેલમાં બંધ કરી દેવા.

કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા સહિતના કોંગ્રેસના નેતાઓએ બુધવારે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન સહિત કેરળના નેતાઓ પણ અહીં વિરોધ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો છે. વિપક્ષનો દાવો છે કે બિન-ભાજપ શાસિત રાજ્યો, ખાસ કરીને દક્ષિણના રાજ્યોને ઓછા પૈસા આપવામાં આવી રહ્યા છે. જેને લઈને કેરળ અને કર્ણાટક વિરોધ કરી રહ્યા છે. જ્યારે દિલ્હી, પંજાબ અને જમ્મુ કાશ્મીરની નેશનલ કોન્ફરન્સ પણ તેમના વિરોધને સમર્થન આપી રહી છે.

કેરળ સરકારની માંગ છે કે કેન્દ્રએ બંધારણના નિયમો અનુસાર રાજ્યને પર્યાપ્ત નાણાકીય સંસાધનો આપવા જોઈએ. ડાબેરીઓએ આ ધરણામાં સામેલ થવા માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત અનેક મિત્ર પક્ષોને આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. સુરક્ષાના કારણોસર જંતર-મંતરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આવતા-જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસને પણ સુરક્ષા માટે જંતર-મંતર પાસે તૈનાત કરવામાં આવી છે.

  1. Bharat Jodo Nyay Yatra: છત્તીસગઢમાં પહોંચી ભારત જોડો ન્યાય યાત્રા, રાહુલ ગાંધીએ રાયગઢમાં પીએમ પર નિશાન સાધ્યું
  2. UCC Bill-2024: ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ-2024 ધ્વનિ મતથી પસાર, ઈતિહાસ રચાયો

ABOUT THE AUTHOR

...view details