ગડગ(કર્ણાટક): 19 એપ્રિલે ગડગ શહેરના દસરાગલ્લીમાં વહેલી સવારે મ્યુનિસિપલ કાઉન્સિલના ઉપાધ્યક્ષના પુત્ર સહિત એક જ પરિવારના 4 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. પોલીસે અત્યંત ચકચારી એવા ગડગ હત્યા કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. મિલકતના વેચાણના વિવાદને કારણે પરિવારના પુત્રએ તેના પિતા અને સાવકી માતાની હત્યાનો કોન્ટ્રાક્ટ(સોપારી) આપી હતી. આ કિસ્સામાં જેની સોપારી અપાઈ તેના સિવાય અન્ય સંબંધીઓ અને તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે માત્ર 3 દિવસમાં કેસ ઉકેલ્યોઃ ઉત્તર ઝોનના આઈજીપી વિકાસકુમારે સોમવારે ગડગમાં મીડિયા કોન્ફરન્સમાં આ કેસની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે,'ગડગ એસપી બીએસ નેમાગૌડાની આગેવાની હેઠળની તપાસ ટીમે માત્ર 3 દિવસમાં કેસનો ઉકેલ લાવી દીધો છે. આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કાઉન્સિલના ઉપાધ્યક્ષ સુનંદાના બકાલેના સાવકા પુત્ર વિનાયક બકાલે (31) આ કેસનો મુખ્ય આરોપી છે. તેણે જ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ઉપરાંત ગડગ શહેરના ફૈરોઝ કાઝી (29), ગદગના જીશાન કાઝી (24), મિરાજના સાહિલ કાઝી (19), સોહેલ કાઝી (19), મિરાજના સુલતાન શેખ (23), મહેશ સાલોંકે (21) અને વાહિદ બેપારી (21)નો સમાવેશ થાય છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી વિનાયક બકાલે પ્રકાશ બકાલેની પહેલી પત્નીનો પુત્ર હતો.
65 લાખની સોપારીઃ IGP વિકાસકુમારે વધુમાં જણાવ્યું હતું કે, વિનાયક બકાલેએ પિતા પ્રકાશ બકાલે અને સાવકી માતા સુનંદા બકાલેને મારવા માટે આરોપી ફેરોઝ કાઝીને 65 લાખ રૂપિયાની સોપારી આપી હતી. તેણે 2 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. તાજેતરમાં પિતા પ્રકાશ બકાલે અને પુત્ર વિનાયક વચ્ચે ધંધાકીય વિવાદ થયો હતો. કેટલાક મહિનાઓ પહેલા વિનાયકે તેના પિતા પ્રકાશને જાણ કર્યા વિના કેટલીક મિલકત વેચી દીધી હતી. આ સંદર્ભે પ્રકાશ બકાલે વિનાયક વચ્ચે ઝઘડો થયો હતો. પ્રકાશ બકાલે વિનાયકના વર્તનથી કંટાળી ગયો હતો. વિનાયકે પિતા પ્રકાશ, સાવકી મા સુનંદા અને ભાઈ કાર્તિકને જ્યારે મિલકત વેચવાનો વિરોધ કર્યો ત્યારે તેણે આ તમામને મારી નાખવાની યોજના બનાવી હતી.
5 લોકોની ટીમઃ વિનાયકે મિરાજના રહેવાસી સાહિલ કાઝી સહિત 5 લોકોની ટીમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પોલીસે ગુનાના 72 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી. ડીજી, આઈજીપી આલોક મોહને કેસ ઉકેલવા બદલ પોલીસ કર્મચારીઓની પ્રશંસા કરી હતી. આ કેસની તપાસ કરનારા કર્મચારીઓ માટે 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
4 લોકોની સામુહિક હત્યાઃ મળતી માહિતી અનુસાર કાર્તિક બકાલે (27), પરશુરામ (55), તેમની પત્ની લક્ષ્મી (45) અને પુત્રી આકાંક્ષા (16)ની સુનંદા બકાલેના ઘરે 19 એપ્રિલે વહેલી સવારે હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી. પ્રકાશ અને સુનંદા બચી ગયા કારણ કે તેમણે રૂમનો દરવાજો ખોલ્યા વિના પોલીસને જાણ કરી હતી. ઘરના પહેલા માળે એક રૂમમાં સૂતા પરશુરામ, તેની પત્ની અને પુત્રીની હત્યા કરવામાં આવી હતી. આ ત્રણેય મૃતકો કોપ્પલના હતા, જેઓ બકાલે પરિવારના સંબંધીઓ છે. કોપ્પલના પરશુરામ પરિવારના સભ્યો કાર્તિક બકાલેની સગાઈમાં હાજરી આપવા માટે ગડગ પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી ભાગી રહેલા ગુનેગારોના ફૂટેજ સીસીટીવીમાં કેદ થયા હતા. 4 લોકોની હત્યાથી સ્થાનિક રહીશો આઘાતમાં છે.
- Surat Crime News: પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિની હત્યા કરાવી દીધી, પ્રેમીએ 50 હજાર રુપિયાની સોપારી આપી
- દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા બાતમીદારની સોપારી આપી હત્યા કરાવવામાં આવી