ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં 16 વર્ષીય કિશોરીનો માથું કપાયેલ મૃતદેહ મળ્યો, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો - Karnataka Crime - KARNATAKA CRIME

કોડગુમાં ગુરુવારના રોજ એક સગીર છોકરીનો માથું કપાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી તો સામે આવ્યું કે તેના જ મંગેતરે તેનું માથું કાપી હત્યા કરી છે. પરંતુ આરોપીએ આવું કૃત્ય કર્યું શા માટે, જુઓ વિગતવાર માહિતી

કર્ણાટકમાં મંગેતરે કિશોરીનું માથું કાપ્યું
કર્ણાટકમાં મંગેતરે કિશોરીનું માથું કાપ્યું (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 3:07 PM IST

કર્ણાટક : એક 16 વર્ષીય કિશોરીની કર્ણાટકમાં ચકચારી હત્યા થઈ છે. કિશોરીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરી અને તેના બીજા જ દિવસે કોડુગુના તેના મંગેતરે કથિત રીતે કિશોરીનું માથું કાપી નાખી હત્યા કરી હતી. આ બનાવ પાછળનું કારણ કહેવામાં આવ્યું છે કે, મંગેતર સગીર હોવાને કારણે સત્તાવાળાઓએ તેમના લગ્ન રદ કર્યા હતા.

કર્ણાટકમાં ચકચારી હત્યા : આ ઘટના ગુરુવારના રોજ સોમવારપેટના સુરલાબ્બી ગામમાં બની હતી. 32 વર્ષીય પ્રકાશે કથિત રીતે સગીર છોકરીનું માથું કાપી તેની હત્યા કરી હતી. કોડાગુ પોલીસે જણાવ્યું કે, આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે.

બાળ લગ્નનો કેસ : પોલીસના જણાવ્યા અનુસાર કિશોરીની ગુરુવારના રોજ સગાઈ થઈ હતી. જોકે, સ્થાનિક પોલીસ સ્ટેશન અને બાળ કલ્યાણ વિભાગની એક ટીમ તેમના ઘરે આવી અને છોકરી સગીર હોવાના આધારે લગ્ન રદ કરવાનો આદેશ આપ્યો હતો. બંને પરિવારોએ છોકરી 18 વર્ષની થાય ત્યાં સુધી લગ્નની રાહ જોવાનું નક્કી કર્યું હતું.

મંગેતરે કિશોરીનું માથું કાપ્યું : જોકે આનાથી ગુસ્સે થઈને કિશોરીનો મંગેતર સાંજે છોકરીના ઘરે પહોંચ્યો અને કથિત રીતે તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આરોપી છોકરીને ઘરમાંથી ખેંચીને એક નિર્જન વિસ્તારમાં લઈ ગયો, જ્યાં તેણે કથિત રીતે કિશોરીનું માથું કાપી નાખ્યું હતું. ત્યારબાદ આરોપી મૃતદેહને ત્યાં જ મૂકીને સ્થળ પરથી નાસી ગયો હતો. મૃતક કિશોરીએ SSLC ની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, કિશોરીએ સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી છે.

પોલીસ કાર્યવાહી :કોડાગુ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે અને આરોપી સામે IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 302 (હત્યા) તથા જાતીય અપરાધ સામે બાળકોના રક્ષણ સહિતની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મૃતક તેની ત્રણ બહેનો અને બે ભાઈઓમાં સૌથી નાની હતી.

  1. ચોટીલામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની થઇ હત્યા, પોલીસે કરી 7 લોકોની અટકાયત
  2. રાજસ્થાનમાં કપૂતે માતા-પિતાની હત્યા કરી, પોલીસ સ્ટેશન પહોંચી કર્યું સરેન્ડર

ABOUT THE AUTHOR

...view details