નવી દિલ્હીઃઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે. આ અવસર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પોતાની શુભકામનાઓ આપીને તેમણે દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્ય માટે આશા વ્યક્ત કરી હતી.
મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. મને ખાતરી છે કે, આપણે ઇટાલી અને ભારત વચ્ચેની આપણી મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરવાનું ચાલુ રાખીશું, જેથી આપણે સાથે મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરી શકીએ."
પીએમ મોદી સાથે વીડિયો શેર કર્યો
આ પહેલા તેણે પીએમ મોદી સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કહે છે, 'હેલો ફ્રોમ મેલોડી ટીમ.' આ પછી લોકોએ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર હેશટેગ MELODI સાથે શેર કરી હતી. આ વીડિયોને રિટ્વીટ કરતા પીએમ મોદીએ લખ્યું, 'ભારત-ઈટલીની મિત્રતા અમર રહે!
સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને જોડીને મીમ્સ બનાવવામાં આવે છે. મોદી અને મેલોની બંનેના નામના અક્ષરોને જોડીને લોકો તેને મેલોડી કહે છે.
પીએમનો જન્મ ગુજરાતના મહેસાણામાં થયો
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 74 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના મહેસાણા નામના નાના શહેરમાં થયો હતો. તેઓ એક સામાન્ય પરિવારમાંથી ઉભરીને ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતાઓમાંના એક બન્યા છે.
તેઓ 2001 થી 2014 સુધી સતત ત્રણ ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મોદીનો કાર્યકાળ નોંધપાત્ર આર્થિક વિકાસ અને શાસન સુધારણા માટે જાણીતો છે. 2014 માં ભારતના વડા પ્રધાન બન્યા પછી, તેમનું નેતૃત્વ રાષ્ટ્રીય મંચ પર ચાલુ રહ્યું અને હાલમાં તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં છે.
આ પણ વાંચો:
- PM મોદી 3.0 સરકારના 100 દિવસ : મજબૂત અને મહત્વપૂર્ણ નિર્ણય સામે યુ-ટર્નની બાદબાકી - 100 days of PM Modi government
- મમતા બેનર્જીએ ડોકટરોની માંગણીઓ સ્વીકારી, પોલીસ અને બે આરોગ્ય અધિકારીઓને હટાવવાની જાહેરાત કરી - KOLKATA RAPE MURDER CASE