તેલ અવીવ: ઈઝરાયેલના તેલ અવીવની શેરીઓમાં સરકાર વિરોધી આંદોલન ભડકી ઉઠ્યું છે. જેનું મૂળભત કારણ એ છે કે, વિરોધીઓએ હમાસ સાથે બંધક સ્વેપ સોદો અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની હકાલપટ્ટીની માંગણી સાથે વહેલી ચૂંટણીની માંગણી કરી હતી, આ માહિતી ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયેલ અહેવાલમાં આપવામાં આવી છે.
ઑક્ટોબર 7 પછીનું સૌથી મોટું પ્રદર્શન: આયોજકોએ એવો દાવો કર્યો છે કે, શનિવારે કરવામાં આવેલું આ પ્રદર્શન ઑક્ટોબર 7 પછીનું સૌથી મોટું પ્રદર્શન હતું, જેમાં એકલા તેલ અવીવમાં અંદાજિત 1,20,000 લોકો જોડાયાી હતા, જો કે આ આંકડાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેલ અવીવની બિગિન સ્ટ્રીટ પર આંદોલનને વેગ આપવા માટેના પ્રેરક ભાષણો પણ થયા હતા આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ સમાન વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં બંધક માટન ઝંગાઉકરની માતા ઇનાવ ઝંગાઉકરએ પણ ભાગ લીધો હતો.
નેતન્યાહુ આ સોદાને પણ બગાડી શકે છે: ટાઈમ્સ ઓફ ઈઝરાયલ દ્વારા જાહેર કરવામાં આવેલ અહેવાલ મુજબ, તેની માતા એ યુએસ પ્રમુખ જો બિડેનના ઈઝરાયેલની દરખાસ્ત અંગેના ઘટસ્ફોટને પગલે, અન્ય બંધક પરિવારો સાથે, તેઓએ નેતન્યાહુ પ્રસ્તાવિત સોદામાં ખલેલ પહોંચાડવાની સંભાવના સામે ચેતવણી આપી હતી. "બિડેન બોલ્યા કારણ કે તે જાણે છે કે નેતન્યાહુ આ સોદાને પણ બગાડી શકે છે," તેમણે કહ્યું.
ડેમોક્રેસી સ્ક્વેર નિયમિત વિરોધ સ્થળ બન્યું: "બિડેન જનતાને જણાવવા માંગે કે વાસ્તવમાં શું ચાલી રહ્યું છે," તેમણે કહ્યું હતું. વિરોધ પ્રદર્શન માટે ડેમોક્રેસી સ્ક્વેર, બિગિન રોડ અને કેપલાન સ્ટ્રીટ ગયા જાન્યુઆરીમાં થયેલા ન્યાયિક સુધારણા વિરોધી ચળવળની શરૂઆતથી જ નિયમિત વિરોધ સ્થળ બન્યું છે.
હજારો લોકોએ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન તરફ કૂચ કરી: જો કે, 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદી હુમલા પછી તેઓ થોડા સમય માટે રોકાયા હતા, જેના પરિણામે મોટી જાનહાનિ અને અપહરણ પણ થયા હતા. જેરૂસલેમમાં, હજારો લોકોએ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. જેમાં શરૂઆતમાં સરકાર વિરોધી રેલી તરીકે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બિડેનની દરમિયાનગીરી બાદ બંધક સોદાને સુરક્ષિત કરવા તરફ ફરી ફેરવવામાં આવ્યા હતા.