નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ તાજેતરમાં ટ્રેન ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1લી નવેમ્બર એટલે કે શુક્રવારથી અમલમાં આવી રહ્યો છે. આ અંતર્ગત હવે મુસાફરો 60 દિવસ પહેલા કોઈપણ ટ્રેનમાં રિઝર્વેશન કરાવી શકશે. અત્યાર સુધી, મુસાફરો તેમની ભાવિ મુસાફરી અનુસાર 120 દિવસ અગાઉથી ટિકિટ બુક કરાવી શકતા હતા.
ભારતીય રેલ્વેનો આ ફેરફાર 1 નવેમ્બર, 2024થી તમામ ટ્રેનો અને શ્રેણીઓની ટિકિટ આરક્ષણ પર લાગુ થશે. જો કે, આ ફેરફારની પહેલાથી બુક કરાયેલી ટ્રેન ટિકિટોને અસર થશે નહીં.
જો તમે ભવિષ્યમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ટિકિટ બુકિંગને લઈને સાવધાન રહેવું પડશે. અન્યથા તમારા માટે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય માત્ર 60 દિવસનો હોવાથી મુસાફરોએ ટિકિટ રિઝર્વેશન માટે ઉતાવળ કરવી પડશે.
મુસાફરો તેમની ભાવિ મુસાફરી યોજનાઓ અનુસાર IRCTC એપ અથવા વેબસાઇટ પર જાતે ટિકિટ બુક કરાવી શકે છે. તમે રેલવે સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટર પર જઈને સંબંધ રૂટ માટે ટ્રેન ટિકિટ ખરીદી શકો છો.
એડવાન્સ બુકિંગનો નવો નિયમ
1 નવેમ્બર, 2024 થી, એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) 60 દિવસ (પ્રવાસના દિવસ સિવાય) રહેશે અને તે મુજબ ટિકિટ બુકિંગ કરી શકાશે.