ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈના ઘાટકોપરમાં લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં 4નાં મોત, 54 ઘાયલ - Huge Hoarding Falls In Ghatkopar - HUGE HOARDING FALLS IN GHATKOPAR

મુંબઈમાં ધૂળની ડમરીના કારણે ઘાટકોપર વિસ્તારમાં હાઈવેની બાજુમાં એક મોટું હોર્ડિંગ તૂટી પડ્યું હતું. જેમાં 4 લોકોના મોતના સમાચાર છે જ્યારે 54 જેટલાં લોકો ઘાયલ થયાના સમાચાર છે. આપને જણાવી દઈએ કે સોમવારે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં જોરદાર પવનની આંધી આવી હતી, જેના કારણે મુંબઈ એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું હતું. Huge Hoarding Falls In Ghatkopar

મુંબઈના ઘાટકોપરમાં લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં 4નાં મોત
મુંબઈના ઘાટકોપરમાં લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં 4નાં મોત (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 10:39 PM IST

મુંબઈના ઘાટકોપરમાં લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં 4નાં મોત (Etv Bharat)

મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપરમાં પવનની જોરદાર આંધી તોફાનને કારણે લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં 4 લોકોનાં મોત થયાં હતાં. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાટકોપર ઘટના પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે તમામ હોર્ડિંગ્સનું યોગ્ય ઓડિટ કરવામાં આવે.

સમાચાર અનુસાર, આ ઘટનામાં 54 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. BMCના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, પંતનગર, ઘાટકોપર ઈસ્ટ પર પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ પર થયો હતો. હોર્ડિંગ પડી જવાથી 54 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, હોર્ડિંગની અંદર 100 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. હોર્ડિંગ પડી ગયા પછી, વિસ્તારના લોકો માટે શોધ અને બચાવ કામગીરી સઘન બનાવવામાં આવી હતી. તે જ સમયે, મહારાષ્ટ્રના વડાલા વિસ્તારમાં જોરદાર વાવાઝોડાને કારણે, એક બિલ્ડિંગની સામે ઉભેલું મેટલ સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું.

આપને જણાવી દઈએ કે સોમવારે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને તેના કારણે મુંબઈ એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું હતું. બપોરે 3 વાગ્યાની આસપાસ જોરદાર પવન સાથે આવેલા ધૂળના તોફાને થોડીવારમાં લગભગ આખા શહેરને લપેટમાં લીધું હતું. જેના પરિણામે વિઝિબિલિટમાં પણ ઘટાડો થયો અને જેના કારણે પરિવહનની સેવા ખોરવાઈ જતાં અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં.

જોરદાર પવન અને નબળી વિઝિબિલિટીના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને પણ અસર થઈ હતી. આ દરમિયાન આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાઈ ગયા હતા અને હળવો વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને વિઝિબિલિટીમાં પણ સુધારો થયો હતો. લગભગ એક કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. મુંબઈમાં ધૂળના તોફાનનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ હવામાન વિભાગે તેની શરૂઆતના થોડા સમય પહેલા જ ગાજવીજ અને વીજળી સાથે વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈમાં વાવાઝોડાની તાજી ચેતવણી જારી કરી છે અને સાંજ પછી મુંબઈના કેટલાક ભાગોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની અપેક્ષા છે. હવામાન વિભાગ પુણેના વડા કે.એસ. હોસાલીકરે જણાવ્યું હતું કે મુંબઈ સિવાય થાણે, રાયગઢ, પાલઘર, અહેમદનગર, પુણે અને સાતારામાં આગામી થોડા કલાકોમાં મધ્યમથી મજબૂત તોફાન આવશે. ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે વાવાઝોડાને કારણે તેમના ઘરો, દુકાનો, ઓફિસો અને અન્ય સ્થળો પર ધૂળના જાડા થર જામ્યા હતા. દરવાજા અને બારી ઉડી ગયા હતા.

  1. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતી, જુઓ વીડિઓ... - unseasonal rain in Gujarat
  2. "કાલે મેઘા, કાલે મેઘા..." અમદાવાદમાં ઊડી ધૂળની ડમરીઓ, વાદળછાયુ વાતાવરણ અને ભારે પવન ફુંકાયો - Ahmedabad Unseasonal Rain

ABOUT THE AUTHOR

...view details