દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને દાનવીર રતન નવલ ટાટાનું બીમારીના કારણે 86 વર્ષેની વયે અવસાન મુંબઈ ખાતે અવસાન થયું છે. ત્રણ દાયકા સુધી ટાટા ગ્રુપ ઓફ કંપનીનું સુકાન સંભાળનાર રતન ટાટાની જીવન કહાની પ્રેરણાદાયી છે. વાંચો કોણ હતા રતન ટાટા
રતન ટાટાનું આરંભિક જીવન: દેશના ઉદ્યોગના રતન તરીકે જાણીતા રતન ટાટાની જન્મભૂમિ ગુજરાત છે. સુરતના પારસી પરિવારમાં 28, ડિસેમ્બર - 1937ના રોજ થયો હતો. આરંભમાં મુંબઇથી શિક્ષણ મેળવ્યા બાદ રતન ટાટાએ અમેરિકા ખાતે ઉચ્ચ શિક્ષણ લીધુ હતુ. 1991થી રતન ટાટા દેશના જાણીતા ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. પોતાની પહેલી નોકરી રતન ટાટાએ આઈબીએમ સાથે કરી હતી. આરંભમાં રતન ટાટા જમશેદપુર સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં કામ કર્યું હતુ. પોતાની દીર્ઘ કારકિર્દી દરમિયાન રતન ટાટાએ ટાટા જૂથ વતી અનેક કંપનીઓ સ્થાપી હતી. જેમાં ગુજરાતના સાણંદ ખાતે ટાટા નેનો, ટાટા મોટર્સ અને દેશમાં ટાટા સ્ટીલ મહત્વની છે. રતન ટાટાએ છેલ્લો અંતિમ શ્વાસ પોતાની કર્મભૂમિ મુંબઈની બ્રીચ કેન્ડી ખાતે લીધો હતો.
રતન ટાટા કેવી રીતે સફળ ઉદ્યોગપતિ બન્યા:રતન ટાટા 1955માં અમેરિકાના હાવર્ડ બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. આરંભમાં રતન ટાટા અમેરિકા સ્થાયી થવાનું વિચારતા હતા. પણ એ એરસામાં તેમના દાદીની બીમારીના કારણે સ્વદેશ પરત ફરવું પડ્યું. ટાટા પરિવારમાં સંબંધની રીતે રતન ટાટા દેશના જાણીતા ઉદ્યોગપતિ જમશેદજી ટાટાના ભત્રીજા હતા. ટાટા ઉદ્યોગની સ્થાપના જમશેદજી ટાટાએ કરી હતી. જેને 1991 બાદ રતન ટાટાએ વિકસાવ્યો હતો. ટાટા ઇન્ડસ્ટ્રી સાથે રતન ટાટા ટાટાગ્રુપના વિવિધ ઉદ્યોગો જેવા કે ટાટા સન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના ચેરમેન હતા. આ સાથે રતન ટાટા ટાટા કન્સલટન્સી, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બિવરેજ, ટાટા ટેલિ સર્વિસ અને તાજ ગ્રુપના ચેરમેન તરીકે હતા. રતન ટાટા હંમેશાથી સમાજપયોગી કાર્ય માટે આગળ આવ્યા છે. 26 નવેમ્બર - 2008માં મુંબઈની તાજ હોટલમાં થયેલા હુમલા બાદ નિધન પામેલા તાજ કર્મચારીઓ અને હોટલ જ્યાં સુધી બંધ રહી ત્યાં સુધી વેતન ચૂકવીને આગવો ચીલો ચાતર્યો હતો.