નવી દિલ્હીઃ આજે હોળીનો તહેવાર છે. દેશભરમાં રંગોના આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તાઓ પર રંગો અને ગુલાલ લગાવતા જોવા મળ્યા હતા. બાળકો પાણીની પીચકારીઓ સાથે એક બીજાને કલર કરવામાં મગ્ન હતા. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર સુરક્ષા દળોએ હોળી રમી હતી.
ભારતીય સેનાએ કરી હોળીની ઉજવણી: ભારત-પાકિસ્તાન બોર્ડર (LOC) પર તૈનાત ભારતીય સેનાએ અખનૂરમાં હોળીના તહેવારની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં GOC 16 કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવા હાજર રહ્યા હતા. સૈનિકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને રંગો લગાવીને તહેવારની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. રેત કલાકાર સુદર્શન પટનાયકે હોળીના અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવતા પુરીમાં રેતીમાંથી એક આર્ટવર્ક બનાવ્યું હતુ.
હોલિકા દહન: તે જ સમયે, હોળીની ઉજવણીના આગલા દિવસે, દેશભરમાં 'હોલિકા દહન' કરવામાં આવ્યું હતું. કોલકાતાથી લઈ રાજકોટ સુધી લોકોએ આ શુભ અવસરની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કોલકાતામાં હોલિકા દહન દરમિયાન ભક્તોએ પૂજા કરી હતી. ગુજરાતના રાજકોટ જિલ્લામાં 'હોલિકા દહન' પર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળીની પુર્વ સંધ્યા પર અયોધ્યામાં લોકોએ એકબીજાને રંગબેરંગી ગુલાલ લગાવી શણગાર્યા હતા. ભુવનેશ્વરમાં હોળીનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો કારણ કે યુવાનોએ એકબીજા પર રંગોનો છંટકાવ કરી મોજ મસ્તી સાથે તહેવારની મજા માણી હતી. ખાસ કરીને હોલિકા દહન એ એક ધાર્મિક વિધિ છે જે બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે, તેમાં હોળી પ્રગટાવવાનો સમાવેશ થાય છે, જે રાક્ષસ હોલિકાના દહનનું પ્રતીક છે.
હર્બલ હોળી: હોળી, જેને 'રંગોના તહેવાર' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો જીવંત તહેવાર છે. હર્ષોલ્લાસ સાથે પરંપરાગત મીઠાઈઓ વહેંચવામાં આવે છે, જે સમુદાય અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. ઓડિશાના ભુવનેશ્વર સ્થિત ફાઉન્ડેશને ઈકો-ફ્રેન્ડલી અને હર્બલ હોળીને પ્રોત્સાહન આપવા માટે હોળીના તહેવાર પહેલા 'હર્બલ હોળી' ઉત્સવનું આયોજન કર્યું હતું.
- ચાલો જાણીએ હોલિકા દહન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને હોલિકા દહન કરવાનો શુભ મુહૂર્ત - Holika Dahan Muhurat 2024
- વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી - Prime Minister Narendra Modi