ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 1:03 PM IST

ETV Bharat / bharat

ભારત-પાક સીમા પાસેથી ઝડપાયું 3 કિલો હેરોઈન, આતંરરાષ્ટ્રીય બજારમાં કિંમત 15 કરોડ રૂપિયા - Heroin Smuggling in Rajshthan

BSF અને પોલીસે અનુપગઢ જિલ્લાના સમેજા કોઠી વિસ્તારમાં ભારત-પાક સરહદી વિસ્તારમાં ત્રણ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી. Heroin Smuggling

ભારત-પાક સીમા પાસેથી ઝડપાયું 3 કિલો હેરોઈન
ભારત-પાક સીમા પાસેથી ઝડપાયું 3 કિલો હેરોઈન (ETV Bharat Anupgarh)

અનુપગઢઃપાકિસ્તાનમાંથી ડ્રગ્સની હેરાફેરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે આ ક્રમમાં સોમવારે રાત્રે ફરી એકવાર હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો હતો. સંયુક્ત કાર્યવાહીમાં, BSF અને પોલીસે અનુપગઢ જિલ્લાના સમેજા કોઠી વિસ્તારમાં ભારત-પાક સરહદી વિસ્તારમાં ત્રણ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ખેતરમાંથી મળી આવ્યું હેરોઈનનું પેકેટઃ મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે BSF અને પોલીસે રાયસિંહનગર સર્કલના સમેજા કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ 43 અને 44 પીએસ વચ્ચે હેરોઈનનું પેકેટ ઝડપ્યું હતું. પેકેટ મળવાની માહિતી મળ્યા બાદ પોલીસ અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પેકેટમાં ત્રણ કિલો હેરોઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હેરોઈન મળ્યા બાદ, BSF અને પોલીસે વિસ્તારની નાકાબંધી કરી અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું. દરેક વાહનની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગ્રામજનોને પણ કહેવામાં આવ્યું છે કે તેઓને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો.

બે દિવસ પહેલા ત્રણ દાણચોરો ઝડપાયા : બે દિવસ પહેલા પાકિસ્તાનથી હેરોઈનની દાણચોરીના કેસમાં પોલીસે ત્રણ દાણચોરોની ધરપકડ કરી હતી. જેમાં બે દાણચોરો પંજાબના અને એક સમેજા કોળી વિસ્તારના હતા. આજે પણ બીએસએફ અને પોલીસે એ જ વિસ્તારમાંથી હેરોઈન ઝડપ્યું છે. આ દાણચોરો પાકિસ્તાનના દાણચોરોને હેરોઈનનું ડ્રોપ લોકેશન મોકલતા હતા, ત્યારબાદ ડ્રોન દ્વારા હેરોઈનના પેકેટ પાકિસ્તાનમાંથી ઉતારવામાં આવે છે. આ પેકેટોની ડિલિવરી લેવા માટે સ્થાનિક દાણચોરો સરહદની નજીક પહોંચી જાય છે.

  1. સુરતના દરિયા કિનારે મળેલા ચરસના જથ્થાને લઇ ગુજરાત ATSનો તપાસનો ધમધમાટ શરુ - Investigation by ATS
  2. હજીરા વિસ્તારના દરિયા કિનારેથી 10 કિલોથી વધુ ચરસ મળ્યું, કિંમત 5 કરોડથી વધુ - hashish Found at surat

ABOUT THE AUTHOR

...view details