હરિયાણા: હરિયાણા વિધાનસભામાં સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપે 48 બેઠકો જીતી છે. કોંગ્રેસે 36, INLDના 2 અને અપક્ષે 3 બેઠકો જીતી છે. જ્યારે આદમપુર વિધાનસભા બેઠક પર હજુ મામલો અટવાયેલો છે.
હરિયાણામાં ભાજપની હેટ્રિક: અત્યાર સુધીના વલણો મુજબ ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ હરિયાણામાં પ્રચંડ જીત તરફ આગળ વધતી ભાજપ પાર્ટીમાં ખુબજ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે.
અમિત શાહ-નડ્ડા ભાજપ કાર્યાલય પહોંચ્યા: ઠેર ઠેર જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાંજે નવી દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પહોંચ્યા હતાં જ્યાં કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યુ હતું.
પીએમ મોદીએ કહ્યું હરિયાણાની જનતાને સલામ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી આપવા બદલ હું હરિયાણાની જનતાને સલામ કરું છું. આ વિકાસ અને સુશાસનની રાજનીતિની જીત છે. હું અહીંના લોકોને ખાતરી આપું છું કે અમે તેમને સમર્થન આપીશું." "આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહીં..."
ભાજપ છાવણીમાં ઉત્સવ જેવો માહોલ: તમામ નાના-મોટા કાર્યકરોથી લઈને દિગ્ગજ નેતાઓ એક બીજાને મોઢું મીઠું કરાવીને જીતની શુભકામના આપી રહ્યાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દશેરાના પર્વે હરિયાણામાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.
ગુજરાત ભાજપમાં ખુશીનો માહોલ:આ તરફ ગુજરાતમાં પણ હરિયાણામાં ભાજપની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની હાજરીમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી કરી હતી.
રણદીપ સિંહ સુરજેવાલાની પ્રતિક્રિયા: બીજી તરફ કૈથલ વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના નેતા આદિત્ય સુરજેવાલાને વિજેતા જાહેર કર્યા પછી, કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, "કોંગ્રેસના કોઈ કાર્યકરને કોઈના પ્રત્યે નફરત નથી, કારણ કે અમે ગુંડા નથી... આ શહેરે તે સાબિત કરી દીધું છે કે ગુંડાઓ." જીતી ન શકે... કાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે..."
પરિણામો નિરાશાજનક: કુમારી શૈલજા: કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ કહ્યું, "પરિણામો નિરાશાજનક છે. સવાર સુધી અમે આશાવાદી હતા. અમારા બધા કાર્યકરો નારાજ છે, તેઓએ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું છે અને જ્યારે આવા પરિણામો આવે છે ત્યારે તે ખૂબ જ નિરાશાજનક છે. અમે નવેસરથી શરૂઆત કરવી પડશે અને ખામીઓ વિશે વિચારવું પડશે અને જોવું પડશે કે આવા પરિણામો માટે કોણ જવાબદાર છે.
- હરિયાણા ચૂંટણી પરિણામ: સત્તા વિરોધી લહેર છતાં ટ્રેન્ડમાં કોંગ્રેસ કેમ પાછળ રહી ગઈ?
- ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાઈ, વિનેશ ફોગાટે હરિયાણા વિધાનસભામાં કર્યું ક્વોલિફાઈ, જાણો કેવો રહ્યો સંઘર્ષ?