વારાણસીઃ જ્ઞાનવાપી પરિસરમાં 21 જુલાઈ 2023ના આદેશ અનુસાર થયેલા ASI સર્વેને જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અનેક ચીજવસ્તુઓ મળી આવી હોવાનો ઉલ્લેખ છે. આ પરિસર ચાર દિવાલોમાં કુલ 355 વર્ષોથી કેદ હતું. 33 વર્ષથી આ વિવાદનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો કે હવે ધીમે ધીમે સત્ય હકીકતો બહાર આવતી જાય છે. આ પરિસરની અંદરથી મળી આવેલ વસ્તુઓનો ઉલ્લેખ ASI સર્વે રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જેમાં પથ્થરની મૂર્તિઓ, પથ્થરના વિવિધ સ્ટ્રક્ચર, ડિઝાઈન્ડ શિલાપટ્ટ અને સંસ્કૃત, દેવનાગરી, કન્નડ અને તેલુગુમાં લખેલ શ્લોક મળી આવ્યા છે. આ પરિસરની દિવાલો પર ત્રિશૂળ અને સ્વસ્તિક સહિત ઓમના પણ નિશાન મળી આવ્યા છે. આ ઉપરાંત ASIની ટીમને ઔરંગઝેબ કાળથી લઈ આધુનિક સદીના અનેક સિક્કાઓ પણ મળી આવ્યા છે.
મોઘલ કાળથી લઈને આધુનિક સમયના સિક્કા મળ્યાની માહિતી જાહેર કરાઈ કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ અને અન્ય પ્રાચીન સમયના સિક્કાઓ મળી આવ્યા છે. જેના પર દેવનાગરી, અરબી, ફારસી ભાષામાં જે તે સમયની શાસનવ્યવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિક્કાઓ ઈસ 1600થી લઈને ઈસ 1900 સુધીના કાળના છે. જે પરિસરમાં અલગ અલગ સ્થળો પરથી મળી આવ્યા છે. આ સિક્કાઓનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કરીને વારાણસી જિલ્લા અધિકારીને સોંપવામાં આવ્યા છે. આ સિક્કાનો કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવશે. જેનાથી કેસના ચુકાદામાં મદદ મળી રહેશે.
જ્ઞાનવાપી પરિસરની અંદરથી બહુ બધી ચીજ વસ્તુઓ એવી મળી છે કે જે અનોખી છે. જેમાં રામ નામ લખેલ એક સંગેમરમરનો પથ્થર, માતા ગંગાની સવારી પથ્થરનો ઘડિયાળ, પ્રભુ હનુમાની મૂર્તિ, ભગવાન ગણેશની મૂર્તિ, શંકરપાર્વતીની તૂટેલી મૂર્તિ, શિવલિંગના પથ્થરના અધુરા ટુકડાઓ તેમજ ભોયરામાં એક સ્તંભ મળી આવ્યો છે. જે આ પરિસરમાં મંદિર હોવાના મજબૂત પુરાવાઓ છે.
ASI સર્વે દરમિયાન આ ચીજ વસ્તુઓ મળી આવી છે. સિક્કાના ઈતિહાસને ફંફોળીને ASIની ટીમે સત્ય સૌની સામે લાવવાનું કામ કર્યુ છે. ASI ટીમ દ્વારા દરેક સિક્કાનો ઈતિહાસ તેના પર લખેલ રજૂઆતો વગેરે જાહેર કર્યા છે.
આ ઉપરાંત શ્રૃંગાર ગૌરી એટલે કે પશ્ચિમી દિવાલ સમગ્ર ASI સર્વેની સૌથી મોટી ઉપલબ્ધી માનવામાં આવી રહી છે. આ દિવાલને પહેલેથી જ હિન્દુ સ્ટ્રક્ચર માનવામાં આવી રહ્યું હતું. ASI સર્વેમાં ઉલ્લેખ છે કે મંદિરના સ્ટ્રકચર પર મસ્જિદનું સ્ટ્રકચર ઊભું કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટમાં પશ્ચિમી દિવાલને હિન્દુ મંદિરનો એક ભાગ ગણાવાઈ રહી છે. આ દિવાલ પર મંદિરની ઘંટડીઓ, કમળ પુષ્પનું સ્પષ્ટ ચિત્રણ જોવા મળી રહ્યું છે.
- Gyanvapi Case: શું 355 વર્ષ જૂના જ્ઞાનવાપી વિવાદનો અંત અયોધ્યા જેવો જ આવશે?
- Gyanvapi ASI Survey Report:ઈટીવી ભારત પાસે એક્સક્લૂઝિવ તસ્વીરો, જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો