નવી દિલ્હી:નીતિ આયોગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. મોદી સરકારના ત્રીજા તબક્કામાં સાથી પક્ષો ભાજપ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના કેટલાક નવા મંત્રીઓને તેના હોદ્દેદારો અથવા વિશેષ આમંત્રિતો બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ રહેશે અને ઉપાધ્યક્ષ અને પૂર્ણ-સમયના સભ્યોના પદમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું, જાણો કયા નેતાઓને મળ્યું સ્થાન - NITI AAYOG RECONSTITUTES
કેન્દ્ર સરકારે નીતિ આયોગની પુનઃરચના કરી છે. NDAના સાથી પક્ષો સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ચાર સભ્યોને સરકારી થિંક-ટેંકનો ભાગ બનાવવામાં આવ્યા હતા.
Published : Jul 17, 2024, 11:00 AM IST
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવા સભ્ય છે. આ સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડા અને ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી ખાસ આમંત્રિત છે. ખાસ આમંત્રિતોમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝી, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન પણ સામેલ છે.
કુમારસ્વામી (JD-S), માંઝી (હિન્દુસ્તાન આવામ મોર્ચો-S), રાજીવ રંજન સિંહ (JD-U) અને પાસવાન (LJP-રામ વિલાસ) NDA સરકારમાં ભાજપના સહયોગી છે. વડા પ્રધાન મોદીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ)ના સંશોધિત ગઠનને મંજૂરી આપી હતી. સભ્યોમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, નીતિ આયોગ થિંક ટેન્ક તરીકે કામ કરે છે. તે રાજ્યો સાથે રાષ્ટ્રના વિકાસ માટે યોજનાઓ તૈયાર કરે છે.