ગુજરાત

gujarat

Jagjit Singh Birth Anniversary : યાદોમાં જીવે છે ગઝલ સમ્રાટ, ગઝલના વારસાને આગળ ધપાવી રહ્યા છે આ ભૂલકા

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 11:42 AM IST

Updated : Feb 8, 2024, 12:37 PM IST

આજે 8 ફેબ્રુઆરી ગઝલ સમ્રાટ જગજીત સિંહનો જન્મદિવસ છે. ધૂનના જાદુગર અને જેમણે પોતાના મખમલી અવાજથી દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી તેવા જગમોહન સિંહ ધીમાનનો જન્મ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયો હતો. ત્યારે અહીં એક શાળામાં તેમના જન્મદિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

યાદોમાં જીવે છે ગઝલ સમ્રાટ
યાદોમાં જીવે છે ગઝલ સમ્રાટ

રાજસ્થાન :'હોશવાલો કો ખબર ક્યા, બેખૂદી ક્યા ચીજ હૈ' આ ગીતના શબ્દો કાને પડતા જ માનસપટ પર ગઝલસમ્રાટ જગજીત સિંહનો ચહેરો છવાઈ જાય છે. ગઝલ સમ્રાટ જગજીત સિંહની ગઝલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતીય સરહદોની બહારના દેશોમાં પણ બહોળા પ્રમાણમાં સાંભળવામાં આવે છે. પોતાના મખમલી અવાજથી જગજીત સિંહે દુનિયાભરના સંગીતપ્રેમીઓના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

ગઝલ સમ્રાટની જન્મજયંતિ : બહુ ઓછા લોકો જાણે છે કે ગઝલ સમ્રાટ જગજીતસિંહનું સાચું નામ જગમોહન સિંહ ધીમાન હતું. તેમનો જન્મ અને ઉછેર રાજસ્થાનના ગંગાનગરમાં થયો હતો. તેમનું શિક્ષણ પણ આ જિલ્લામાં જ થયું હતું, તેમની વિદાય બાદ હવે જિલ્લાની એક સરકારી શાળા તેમની યાદોને સાચવવાના પ્રયાસો કરી રહી છે. આ શાળામાં 150 જેટલા બાળકો જગજીત સિંહના વારસાને આગળ ધપાવી રહ્યા છે.

જીગજીતસિંહનું વતન :આ શાળાનું ઓડિટોરિયમ જગજીત સિંહને સમર્પિત કરવામાં આવ્યું છે. કેમ્પસમાં પ્રવેશ્યા પછી એવું લાગે છે કે જાણે આ કોઈ શાળા નહીં પણ ગઝલ સમ્રાટની યાદોનું સંગ્રહાલય છે. આજે 8 ફેબ્રુઆરી જગજીત સિંહની જન્મજયંતિ નિમિત્તે ETV BHARAT ટીમ શાળાના બાળકો અને સ્ટાફને મળી અને તેમના દિલની લાગણી જાણી હતી. જગજીત સિંહ આજે આ દુનિયામાં નથી, પરંતુ શ્રીગંગાનગરમાં તેમનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો.

અહીં ગઝલ વારસો સચવાયો : જગજીતસિંહની ગઝલ ગાયકીથી પ્રેરાઈને શ્રીગંગાનગરની નોજગે શાળામાં એક ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે, જે જગજીત સિંહને સમર્પિત છે. આ ઓડીટોરીયમમાં 150 થી વધુ બાળકો ગઝલ ગાવાનું શીખી રહ્યા છે. સભાગૃહને વિશેષ રીતે શણગારી ગઝલ સમ્રાટને યાદ કરવામાં આવી રહ્યા છે.

યાદોમાં જીવે છે ગઝલ સમ્રાટ : શાળામાં સંગીત શીખવતી શિક્ષિકા શાલિની ગુપ્તાના જણાવ્યા અનુસાર જગજીત સિંહે જે રીતે શ્રી ગંગાનગર અને ભારતને ગૌરવ અપાવ્યું છે, તે જ રીતે તેમનો પ્રયાસ છે કે શ્રી ગંગાનગરમાંથી વધુ જગજીત સિંહ બહાર આવે અને આ વિસ્તારને ગૌરવ અપાવે. આ દરમિયાન શાળાના બાળકોએ કેટલીક ગઝલો પણ સંભળાવી હતી. બાળકોએ જણાવ્યું કે, ગઝલ ગાવાથી તેમનું સંગીત જ્ઞાન વધે છે. વ્યક્તિને પણ રાહત મળે છે. બાળકોએ કહ્યું કે જગજીત સિંહની દરેક ગઝલના શબ્દો ખૂબ જ સુંદર અર્થ ધરાવે છે.

જીગજીતસિંહનું સ્મારક : આજથી બરાબર 83 વર્ષ પહેલા શ્રી ગંગાનગરની સિવિલ લાઇન્સ સ્થિત સરકારી ક્વાર્ટર G-25 માં ગઝલ સમ્રાટ જગજીત સિંહનો જન્મ થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ પણ શ્રીગંગાનગરમાં જ થયું હતું. તે જ સરકારી મકાન G-25 ને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જગજીત સિંહ મેમોરિયલ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. જ્યાં બે માળનું જગજીત સિંહ મેમોરિયલ બિલ્ડિંગ નિર્માણાધીન છે. તેનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે.

  1. Grammy Awards 2024 : ઉસ્તાદ ઝાકિર હુસૈન અને શંકર મહાદેવન છવાયા, ગ્રૈમી એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ
  2. HBD Waheeda Rehman: સાયરા બાનોએ વહીદા રહેમાનને જન્મદિવસની શુભેચ્છા અનોખા અંદાજમાં પાઠવી
Last Updated : Feb 8, 2024, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details