અમદાવાદ: GIC Assistant Manager Recruitment 2024: જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (GIC) એ આસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ 1) ની 110 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી 4થી ડિસેમ્બર 2024 થી 19મી ડિસેમ્બર 2024 સુધી gicofindia.com પર જઈને કરી શકાય છે. આ ભરતીઓ વિવિધ કેટેગરીમાં થવાની છે. જેમાં જનરલમાં 18, લીગલમાં 9, HRમાં 6, એન્જિનિયરિંગમાં 5, આઈટીમાં 22, એક્ચ્યુરીમાં 10, ઈન્સ્યોરન્સમાં 10, મેડિકલ MBBSમાં 2 અને ફાયનાન્સમાં 18 જગ્યાઓનો સમાવેશ થાય છે. કુલ ખાલી જગ્યાઓમાંથી 43 જગ્યાઓ જનરલની છે. 15 પોસ્ટ SC માટે, 10 ST માટે, 34 OBC માટે અને 6 પોસ્ટ EWS માટે છે. અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની છેલ્લી તારીખ 3 જાન્યુઆરી 2025 છે.
ઉંમર મર્યાદા - 21 થી 30 વર્ષ
SC, ST કેટેગરીને પાંચ વર્ષની છૂટછાટ મળશે અને OBCને ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ મળશે.
યોગ્યતા
આસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ 1) જનરલ કેટેગરી - જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. (SC/ST ઉમેદવારો માટે લઘુત્તમ 55% ગુણ)
ફાયનાન્સ- જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે B.Com. (SC/ST ઉમેદવારો માટે લઘુત્તમ 55% ગુણ)
ઈન્શ્યોરન્સ- કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે લઘુત્તમ 60% માર્ક્સ અને SC/ST ઉમેદવારો માટે ઓછામાં ઓછા 55% માર્ક્સ. ઉમેદવારો પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ જનરલ ઈન્સ્યોરન્સ/ રિસ્ક મેનેજમેન્ટ/ લાઈફ ઈન્સ્યોરન્સ/ FIII/ FCII માં ડિપ્લોમા હોવી જોઈએ.