જયપુર: લોકસભાની ચૂંટણીના જંગમાં રાજકીય પક્ષોના નેતાઓની બયાનબાજી ચરમસીમાએ છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળેલા ચૂંટણી પંચના પત્રની ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પત્રની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ચૂંટણી પંચની ભાષા બંધારણીય સંસ્થાને બદલે રાજકીય પક્ષની હોય તેવું લાગે છે.
ચૂંટણી પંચના પત્રની ભાષા બંધારણીય સંસ્થા કરતાં રાજકીય પક્ષ જેવી: હકીકતમાં, અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉઠાવવામાં આવેલા કાયદેસરના પ્રશ્નો અંગે ચૂંટણી પંચના આ પત્રની ભાષા બંધારણીય સંસ્થા કરતાં રાજકીય પક્ષ જેવી લાગે છે. ચૂંટણી પંચ પોતાની જવાબદારીથી કામ કરવાને બદલે આ ચૂંટણીમાં એક પક્ષ સાથે ઉભું હોય તેવું લાગી રહ્યું છે. જે સામાન્ય લોકોના મનમાં શંકા પેદા કરી રહ્યુ છે. આ પણ ચૂંટણી પંચની છબી માટે સારું નથી.