ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરિકામાં ધરપકડ, કેલિફોર્નિયામાં ઝડપાયો - ANMOL BISHNOI ARRESTED

અનમોલ બિશ્નોઈ ભારતમાં અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલ છે અને હત્યાના અનેક કેસોમાં વોન્ટેડ છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 9:35 AM IST

મુંબઈ: ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકામાં ઝડપાઈ ગયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સોમવારે મુંબઈ પોલીસના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનમોલ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો છે અને હત્યાના અનેક કેસમાં વોન્ટેડ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનમોલ કેલિફોર્નિયામાં પકડાયો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, અનમોલ બિશ્નોઈની પૂછપરછ કર્યા પછી, અમેરિકી સત્તાવાળાઓ તેને હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડિયન સત્તાવાળાઓને સોંપી શકે છે અને પછી ભારતીય અધિકારીઓ તેને કસ્ટડીમાં લઈ શકે છે.

અનમોલ બિશ્નોઈ ગયા વર્ષે ભારતમાંથી ભાગવામાં સફળ થયો હતો અને તેના ભાઈ લોરેન્સ બિશ્નોઈની ધરપકડ બાદ તે બિશ્નોઈ ગેંગના ગુનાહિત નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. અનમોલ ભારતમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર અને 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા સહિત અનેક ગુનાહિત કેસોમાં વોન્ટેડ છે. ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં પણ તેનું નામ સામે આવ્યું છે.

અનમોલ સામે 18 ફોજદારી કેસ:થોડા અઠવાડિયા પહેલા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે તેની અમેરિકામાં અટકાયત કરવામાં આવી છે. અનમોલ વિરુદ્ધ NIAના બે કેસ અને 18 અન્ય ફોજદારી કેસ પણ નોંધાયેલા છે. હાલમાં જ NIAએ અનમોલ બિશ્નોઈ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

અનમોલ કેનેડા ભાગી ગયો હતોઃરિપોર્ટ અનુસાર, અનમોલ બિશ્નોઈ 2023માં નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને કેનેડા ભાગી ગયો હતો. તેના ગુનાહિત રેકોર્ડના કારણે મુંબઈની કોર્ટે આ વર્ષે જુલાઈમાં તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનમોલ મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ હતો કારણ કે તે હત્યા કરનારા શૂટરો સાથે વાતચીત કરતો હતો.

આ પણ વાંચો:

  1. સાબરમતિ જેલમાં બંધ લારેન્સ બિશ્નોઈનો વધુ એક વીડિયો વાયરલ, જેલ પ્રશાસન પર ઉઠ્યા સવાલ - Lares Bishnoi video call viral

ABOUT THE AUTHOR

...view details