કરીમનગરઃએક નાનકડા ગામમાં રહેતી અશ્રિતા નામની અસાધારણ મનોબળ ધરાવતી યુવતીનો પરિવાર માત્ર ખેતી જાણતો હતો. તેના માતા-પિતા, જેઓ ખેતીકામ કરતાં હતા, તેમની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ ન હતું ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓનું વિશે પણ ખૂબ મર્યાદિત જ્ઞાન હતું. જો કે, પ્રતિભા અને દ્રઢતાથી કોઈ કઈ રીતે કોઈપણ અવરોધને પાર કરી શકે છે તેનો જીવંત પુરાવો એ આશ્રિતાની વાર્તા ખૂબ સરસ રીતે કહી જાય છે.
B.Tech માં એડમિશન લીધું:12 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, અશ્રિતાને ખબર ન હતી કે આગળ શું કરવું. આખરે નજીકના મિત્રોની સલાહથી તેણે પોતાના ગામ પાસેની જ્યોતિષમતી એન્જિનિયરિંગ કોલેજમાં B.Tech માં એડમિશન લીધું. સોફ્ટવેર નોકરીઓ તરફ આકર્ષિત તેના ઘણા સાથીઓથી અલગ, અશ્રિતાનો અભિગમ કઈક અલગ હતો. તેણે હાર્ડવેર ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સંકલ્પ લીધો.
IIT માં M.Techની સીટ મેળવી: ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ, અશ્રિતા પ્રતિષ્ઠિત IIT માં M.Tech સીટ મેળવવા માટે GATE પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. તેની આ સફર સરળ ન હતી. તેના પ્રથમ પ્રયાસમાં, તેનો રેન્ક 3,000ની આસપાસ હતો, જે તેને ટોચની IITમાં પ્રવેશ મેળવવા માટે પૂરતો નહોતો. જોકે, અશ્રિતાએ હાર માની નહીં. તેને ચિંતલા રમેશ વિશે ખબર પડી, જેમણે કરીમનગરમાં તેની રીગા એકેડમી દ્વારા અશ્રિતાને મફત GATEની તાલીમ પૂરી પાડી હતી. અને ફરી નવી આશા અને સમર્પણ સાથે, તેણી 2020માં રીગા એકેડમીમાં જોડાઈ.
IIT બેંગલુરુમાં VLSI માં M Techમાં એડમિશન લીધું: અશ્રિતાએ એક વર્ષની સખત મહેનતથી તૈયારી કરી, અશ્રિતાએ 2022માં ફરીથી GATE પરીક્ષા આપી. આ વખતે તેની મહેનત રંગ લાવી અને તેણે 36મો રેન્ક મેળવ્યો. આવા પ્રસિદ્ધ પદ સાથે, ISRO, DRDO, BARC અને NPCIL જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નોકરીની તકો તેના ઘરઆંગણે હતી. આ આકર્ષક ઑફરો હોવા છતાં, અશ્રિતાએ હાર્ડવેરમાં તેની કુશળતાને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે IIT બેંગલુરુમાં VLSI માં M Tech કરવાનું પસંદ કર્યું.
52 લાખ રૂપિયાના પ્રભાવશાળી પેકેજ મળ્યું:આશ્રિતાની પસંદગી સફળ રહી. M.Tech. પૂર્ણ કર્યા પછી, તેમને બહુરાષ્ટ્રીય કંપની Nvidia દ્વારા વાર્ષિક 52 લાખ રૂપિયાના પ્રભાવશાળી પેકેજ પર ભરતી કરવામાં આવી હતી. આ સિદ્ધિ તેના માતા-પિતાના માટે પણ ખૂબ મોટા સપનાને પૂર્ણ થયો હોય તેવી બાબત હતી. જેમણે માત્ર ખેતીની મહેનત જોઈ હતી.
હાર્ડવેર ક્ષેત્રોમાં પણ વૃદ્ધિ અને અપાર તકો: અશ્રિતા તેની આ સફળતાનો શ્રેય રીગા એકેડમીમાં મળેલા માર્ગદર્શનને આપે છે. અશ્રિતા ચિંતલા રમેશનો ખૂબ આભાર વ્યક્ત કરે છે, જેમની મફત તાલીમે તેણીને અને અન્ય ઘણા ગ્રામીણ યુવાનોને નાણાકીય અને શૈક્ષણિક અવરોધોને દૂર કરવામાં મદદ કરી. અશ્રિતા માને છે કે, IIT જેવી સંસ્થાઓ હાર્ડવેર ક્ષેત્રોમાં વૃદ્ધિ માટે અપાર તકો પૂરી પાડે છે. અને જેઓ કોચિંગ પરવડી શકતા નથી તેઓને રીગા એકેડેમી દ્વારા આપવામાં આવતા નિઃશુલ્ક ઑનલાઇન તાલીમ કાર્યક્રમોનો લાભ લેવા વિનંતી કરે છે.
અશ્રિતાની સફળતા પર ખૂબ ગર્વ:અશ્રિતાના પિતા, જેમણે સામાજિક દબાણો હોવા છતાં હંમેશા તેમની આકાંક્ષાઓને ટેકો આપ્યો છે, અને તેની સિદ્ધિઓ પર ઊંડો આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે. રીગા એકેડમીના સ્થાપક ચિંતલા રમેશને પણ અશ્રિતાની સફળતા પર ખૂબ ગર્વ છે. તેમણે ભારપૂર્વક જણાવતા કહ્યું કે, 'ગ્રામીણ વિસ્તારોમાં વંચિતોને મફત તાલીમ આપવાથી અસાધારણ પરિણામો મળી શકે છે અને જીવન બદલાઈ શકે છે.'
અશ્રિતા એ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે:અશ્રિતાની વાર્તા આપણને યાદ અપાવે છે કે, ગમે તે અવરોધો હોય, દ્રઢતા અને સ્પષ્ટ લક્ષ્ય સાથે અસાધારણ સિદ્ધિઓ મેળવી શકાય છે. એક ખેડૂતની પુત્રી બનવાથી લઈને બહુરાષ્ટ્રીય કંપનીમાં આકર્ષક નોકરી મેળવવા સુધીની તેની આ સફર ઘણા લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.
આશ્રિતાની સફર આશા અને પ્રેરણાનું પ્રતિક: સફળતાની આ મુસાફરીમાં પ્રારંભિક આંચકો હોવા છતાં, અશ્રિતાએ પસંદ કરેલા ક્ષેત્રમાં સફળ થવાનો નિર્ધાર ચાલુ રાખ્યો. રીગા એકેડેમીની ભૂમિકા અને તેના પિતાનો અતૂટ ટેકો તેની યાત્રામાં ખૂબ મહત્વપૂર્ણ હતો. અશ્રિતાની વાર્તા દર્શાવે છે કે, સફળતા માત્ર સોફ્ટવેર ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી અને હાર્ડવેર એન્જિનિયરિંગ પણ અપાર તકો આપે છે. આશ્રિતાની સફર આશા અને પ્રેરણાનું પ્રતિક છે, જે સાબિત કરે છે કે, સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ વ્યક્તિ પોતાના સપનાને સાકાર કરી શકે છે.
- કોણ કહે છે કે "સિંહોના ટોળાં નથી હોતા", જોઈ લો આ દ્રશ્યો... - Lion herd in Bhavnagar
- મોક લોકસભા: કેન્દ્રીય બજેટનું વિશ્લેષણ કરી એમબીએના વિદ્યાર્થીઓએ યોજ્યું બજેટ સેશન, જાણો - Mock Lok Sabha held in college