ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ રાજ્યસભા સભ્ય અને રાજસ્થાનના પૂર્વ DGP જ્ઞાન પ્રકાશ પિલાનિયાનું નિધન - GYAAN PRAKASH PILANA IS NO MORE

પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ DGP ડૉ. જ્ઞાન પ્રકાશ પિલાનિયાનું રવિવારે જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

રાજસ્થાનના પૂર્વ DGP જ્ઞાન પ્રકાશ પિલાનિયાનું નિધન
રાજસ્થાનના પૂર્વ DGP જ્ઞાન પ્રકાશ પિલાનિયાનું નિધન (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2024, 1:11 PM IST

જયપુર: પૂર્વ રાજ્યસભા સાંસદ અને રાજસ્થાનના પૂર્વ DGP ડો. જ્ઞાન પ્રકાશ પિલાનિયાનું રવિવારના રોજ સાંજે જયપુર ખાતે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. ડો. પિલાનિયા 31 ઓગસ્ટ 1988 થી લઇને 21 ડિસેમ્બર 1989 સુધી રાજસ્થાનના DGP હતા.

DGP પદ પર રહેતા ડો. પિલાનિયાને પોલીસમાં સુધારો કરવા માટે જાણવામાં આવે છે. ડો. જ્ઞાન પ્રકાશ પિલાનિયા વર્ષ 1955માં IPS બન્યા હતા. ત્યાર બાદ તેઓ RPSCના સદસ્ય રહ્યા હતા. પિલાનિયાને એનલાઇટ ગવર્નમેન્ટ ઇન મોડર્ન ઇંડિયા: હેરિટેજ ઓફ સવાઇ જયસિંહ નામનું પુસ્તક લખ્યું હતું.

જાટ અનામત આંદોલનનું કર્યું હતું નેતૃત્વ: નિવૃત થયા પછી ડો. જ્ઞાન પ્રકાશ પિલાનિયાએ જાટ અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જાટ સમાજને OBCમાં સામેલ કરવાના લાંબા આંદોલનમાં પિલાનિયાએ નેતૃત્વ કર્યુ હતું. ત્યાર બાદ તેઓ BJP માં સામેલ થઇ ગયા હતા. તેઓ BJPમાંથી 2 વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી.સાથે જ IPS અધિકારીઓએ પિલાનિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કિરોડી અને ડોટાસરાએ દુ:ખ વ્યક્ત કર્યુ: આપત્તિ રાહત મંત્રી કિરોરી લાલ મીણાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, રાજ્યસભાના પૂર્વ સાંસદ અને રાજસ્થાનના પૂર્વ પોલીસ મહાનિર્દેશક જ્ઞાન પ્રકાશ પિલાનિયાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને શોકાતુર પરિવારને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. તે જ સમયે, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાએ પણ જ્ઞાન પ્રકાશ પિલાનિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો:

  1. મુંબઈઃ બાબા સિદ્દીકી મર્ડર કેસ, હાડકાના ટેસ્ટમાં એક આરોપી પુખ્ત જણાયો
  2. બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનને લઈને હોબાળો, ફાયરિંગમાં યુવકનું મોત

ABOUT THE AUTHOR

...view details