પ્રયાગરાજ:મહાકુંભ 2025માં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ માટે પ્રયાગરાજ આવી રહ્યા છે. તેમાં VVIP પણ સામેલ છે. આ વીવીઆઈપી શ્રદ્ધાળુઓમાં ઈન્ફોસિસના પૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિના પત્ની અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પણ સહભાગી થયાં છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો મહાકુંભનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે.
PM મોદી અને અમિત શાહ પણ મહાકુંભમાં લગાવશે આસ્થાની ડુબકી
PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે. જ્યારે અમિત શાહ 27 જાન્યુઆરીએ પ્રયાગરાજ આવશે. આ સંદર્ભે અલગ અને વિશેષ સુરક્ષા યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. મહાકુંભમાં પીએમ અને ગૃહમંત્રીને કયા રૂટ પર લઈ જવામાં આવે તેના પર વહીવટીતંત્રની નજર છે, જેથી સામાન્ય શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
રાજ્યસભાના સાંસદ સુધા મુર્તી સંગમ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા (ANI) ફેબ્રુઆરીમાં યોજાનાર મહાકુંભમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ હાજરી આપે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આવશે જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 1 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આવશે. VVIP મુલાકાતોને લઈને વહીવટીતંત્ર હાઈ એલર્ટ મોડ પર છે.
રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ મહાકુંભ મેળામાં પહોંચ્યા
દરમિયાન ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની અને રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ મહાકુંભ મેળામાં પહોંચ્યા છે. તેઓ પરેડ ગ્રાઉન્ડ પર પર્યટન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા મહારાજા ટેન્ટમાં રોકાણ કરી રહ્યાં છે. તે અહીં 3 દિવસ રોકાવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે હું તીર્થરાજ આવીને ખૂબ જ ઉત્સાહિત છું. 144 વર્ષ પછી મહાકુંભ આવ્યો છે, હું ભાગ્યશાળી છું કે મને અહીં આવવાનો અવસર મળ્યો.
- ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, પ્રયાગરાજમાં 50 લાખ લોકોને કરી મહાપ્રસાદની વહેંચણી
- IIT બાબા, મોનાલિસા અને અનાજવાલે બાબા, મહાકુંભ 2025માં છવાયા આ ચહેરા