બેંગલોર: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની ચલ અને અચલ સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપવામાં આવી છે. ટ્રાન્સફર કરવામાં આવેલી આ સંપત્તિમાં 27 કિલો સોનાની તલવાર, હાથની ઘડિયાળ, પેન અને 1606 બીજા મૂલ્યવાન સમાનનો સમાવેશ થાય છે. આ સંપત્તિ જયલલિતા સામે ચાલી રહેલા અપ્રમાણસર સંપત્તિના કેસમાં તપાસના મામલે એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
કોર્ટના આદેશ અનુસાર, જપ્ત કરવામાં આવેલા સામાનમાં મોટા પ્રમાણમાં સોનાના દાગીના, જમીનના માલિકી હક અને બીજા અન્ય સમાન પણ તમિલનાડુ સરકારને સોંપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું લાંબી બીમારીના કારણે 7 ડિસેમ્બર 2016 ના રોજ અવસાન થયું હતું.
આ બાબતે એક મીડિયા કોન્ફરન્સમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કિરણ જાવલીએ જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ અનુસાર, તમિલનાડુ વિજિલન્સ અધિકારીઓની હાજરીમાં તપાસ બાદ 27 કિલો સોનાની વિવિધ સંપત્તિ તમિલનાડુ સરકારને પરત સોંપવામાં આવી છે. આ ઉપરાંત, લગભગ 1526 એકર જમીનની સંપત્તિના કાગળ તમિલનાડુ સરકારને પરત સોંપવામાં આવ્યા છે.
આજે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં પૂર્વ સીએમ જયલલિતા સંબંધિત સામાનને કડક સુરક્ષા અંતર્ગત 6 ટ્રેકોમાં શહેરથી તમિલનાડુ લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પહેલા જપ્ત કરવામાં આવેલી સાડીઓને પરત કરવામાં આવ્યા છે. આ તપાસથી એક દશકથી ચાલી રહેલો વિવાદ કદાચ ઉકેલાઈ જશે.