હલ્દ્વાની:હલ્દ્વાનીમાં નાળાઓમાં આવેલા પૂરના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મોડી રાત્રે કલસીયા અને દેવખડી નાળાઓ છલકાઇ ગયા હતા. નાળામાં આવેલા પૂરના પાણીના કારણે સ્થાનિક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. માહિતી મળતાની સાથે જ પ્રશાસને રાહત અને બચાવ કામગરી શરૂ કરી દીધી હતી. બીજી તરફ દેવખડી નાળામાં એક યુવક તણાઈ ગયો હતો, તેની શોધખોળ ચાલુ છે. નાળાઓમાં પાણી ભરાઈ જવાથી અસરગ્રસ્ત લોકોને કાઠગોદામ ઈન્ટર કોલેજમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તો બીજી તરફશાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે.
નાળામાં પાણીનો પ્રવાહ જોઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નાળામાંથી પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા હોવાની માહિતી મળતાં જ સિટી મેજિસ્ટ્રેટ, એસડીએમ અને તહસીલદાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નાળાની આજુબાજુ રહેતા લોકોને બચાવીને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. દેવખડી નાળાના જોરદાર કરંટમાં એક બાઇક સવાર તણાઇ ગયો હતો જેની શોધખોળ ચાલુ છે. હજુ સુધી બાઇક સવારનો કોઇ પત્તો મળ્યો નથી. કાઠગોદામ પોલીસની ટીમે કલસીયા નાળા પાસે રહેતા લોકોને તેમના ઘરેથી બહાર કાઢીને કાઠગોદામ ઈન્ટર કોલેજ સ્થળાંતરીત કર્યા છે. ત્યાં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગેની માહિતી મળતા જ હલ્દ્વાનીના ધારાસભ્ય સુમિત હૃદયેશ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલસીયા નાળા પાસે રહેતા લોકોની હાલત જાણ્યા બાદ તેમણે વહીવટી અધિકારીઓ સાથે વાત કરી હતી.