પ્રયાગરાજ: આજે મહાકુંભનો 26મો દિવસ છે. આજે પણ શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. ત્યારે શુક્રવારના રોજ ત્રીજી વાર આગની ઘટના બની છે. મહાકુંભ મેળા ક્ષેત્રમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એમ એક અધિકારીએ જણાવ્યું. આ આગની ઘટનામાં 20-22 જેટલા તંબુ બળી ગયા હતા, જોકે, આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નહોતી.
મહાકુંભ દરમિયાન ઇસ્કોન કેમ્પમાં આગ
મહાકુંભમાં સેક્ટર 5 માં એક કેમ્પમાં આગ લાગી છે. આગની માહિતી મળતા જ 12 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું. ઘણી મહેનત બાદ ઇસ્કોન કેમ્પમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
15 આલીશાન તંબુ બળીને ખાખ
ઇસ્કોન કેમ્પમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગને કારણે, ઇસ્કોનની બાજુમાં અને પાછળ એક-એક કેમ્પ બળી ગયો. ઇસ્કોનની બાજુમાં આવેલા કેમ્પમાં લગભગ 10 તંબુઓને નુકસાન થયું હતું, જ્યારે પાછળના મંડપમાં લાગેલી આગને સમયસર કાબુમાં લેવામાં આવી હતી, તેથી ત્યાં વધારે નુકસાન થયું ન હતું. આગને કારણે, ઇસ્કોનમાં 15 આલીશાન તંબુ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે તેની બાજુમાં આવેલા અતુલેશ્વર ધામમાં લગભગ 10 તંબુ પણ બળીને ખાખ થઈ ગયા હતા. ઇસ્કોનની પાછળ આવેલા કેમ્પના પંડાલમાં આગ લાગી હતી જેને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી હતી.
આ પણ વાંચો:
- પ્રયાગરાજના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : ધર્મપત્ની સાથે કર્યા બડે હનુમાનજીના દર્શન
- પીએમ મોદીની સંગમમાં શ્રદ્ધાની ડૂબકી; અમૃતસ્નાન છોડી આજે જ મહાકુંભમાં કેમ આવ્યા?