ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણિપુરમાં એન્કાઉન્ટરઃ જિરીબામમાં 10 શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા, બે CRPF જવાનો ઘાયલ - ENCOUNTER IN MANIPUR

મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી.

મણિપુરમાં એન્કાઉન્ટરઃ file pic
મણિપુરમાં એન્કાઉન્ટરઃ file pic (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 8:13 PM IST

ગુવાહાટી/ઇમ્ફાલ: સોમવારે મણિપુરના જીરીબામ જિલ્લામાં જાકુરધોરમાં એન્કાઉન્ટર દરમિયાન ઓછામાં ઓછા 10 શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન CRPFના બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે સીઆરપીએફની ટીમે શંકાસ્પદ ઉગ્રવાદીઓના એક જૂથનો સામનો કર્યો, જેમણે જીરીબામના જાકુર્ધો વિસ્તારમાં મેઇતેઈ સમુદાયની કેટલીક દુકાનોને આગ લગાડી.

પોલીસે ઘટના વિશે જણાવ્યું કે CRPFની ટીમ પણ ઉગ્રવાદીઓના હુમલાની ઝપેટમાં આવી હતી. જે બાદ જવાબી કાર્યવાહીમાં 10 શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન CRPFના બે જવાન પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે આ વિસ્તારના પાંચ નાગરિકો પણ ગુમ છે અને ગુમ થયેલા નાગરિકોની શોધખોળ ચાલુ છે. ગુરુવારે રાત્રે, શંકાસ્પદ ઉગ્રવાદીઓએ કુકી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા જીરીબામ જિલ્લાના જૈરોન ગામમાં હુમલો કર્યો, જેમાં એક મહિલાનું મોત થયું. જ્યાં ઉગ્રવાદીઓએ કુકી સમુદાયના ઓછામાં ઓછા દસ ઘરોને આગ ચાંપી દીધી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનાથી સમગ્ર મણિપુર રાજ્ય જાતિ હિંસાનું કેન્દ્ર બની ગયું છે.

મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી અને 17 મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે, અત્યાર સુધીમાં બંને સમુદાયના 230 થી વધુ લોકો માર્યા ગયા છે. બંને સમુદાયો વચ્ચેની હિંસાને કારણે બંને સમુદાયના 65 હજારથી વધુ લોકો બેઘર બની ગયા છે અને તેઓને રાહત શિબિરોમાં આશરો લેવાની ફરજ પડી છે.

  1. લાલુ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું, યુપીના સીએમ પર ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો
  2. વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર: PM મોદી

ABOUT THE AUTHOR

...view details