નવી દિલ્હી:દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય તરફથી તમામ રાજકીય પાર્ટીઓને આદેશ જારી કરવામાં આવ્યો છે કે, નોટિસ મળ્યાના ત્રણ કલાકની અંદર સોશિયલ મીડિયામાંથી વાંધાજનક તેમજ નકલી પોસ્ટ દૂર કરવી પડશે. જો આ આદેશોનું પાલન નહિ કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહીં, ECI દ્વારા જણાવવામાં આવ્યું છે કે "જેમણે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વાંધાજનક પોસ્ટ અપલોડ કરી છે. તેઓ તેને દૂર કરો."
રાજકીય પક્ષોને ચૂંટણી પંચની સૂચના, 3 કલાકમાં દૂર કરવી નકલી સોશિયલ મીડિયા પોસ્ટ - ECI On Fake Content - ECI ON FAKE CONTENT
લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, તેથી નકલી અને વાંધાજનક સામગ્રી પણ વાયરલ થઈ રહી છે. આના પર કડકતા વ્યક્ત કરતા ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે રાજકીય પક્ષોએ નોટિસ મળ્યાના ત્રણ કલાકની અંદર તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નકલી અને વાંધાજનક સામગ્રી દૂર કરવી પડશે. - ECI On Fake Content
Published : May 14, 2024, 1:09 PM IST
પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ: દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયના અધિકારીઓનું કહેવું છે કે, હવે મતદાનને થોડા જ દિવસો બાકી છે. ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો દરેક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આવી પરીસ્થીથીમાં, તેઓ ચૂંટણીને ધ્યાનમાં લઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ બનાવી રહ્યા છે. તેથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ડીપ ફેક કન્ટેન્ટ અથવા તસવીરો બનાવવા પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
વાંધાજનક પોસ્ટની આ પદ્ધતિથી ચૂંટણી પ્રભાવિત થઈ શકે:આજકાલ, રાજકીય પક્ષો તેમના ચૂંટણી પ્રચાર માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ સેંકડો પોસ્ટ્સ પોસ્ટ કરી રહ્યા છે. જાણવા જીવી બાબત એ છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવવાના ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આ પ્રકારનું કન્ટેન્ટ થોડી જ મિનિટોમાં બનાવી શકાય છે, તેની સાથે જ ફેક ઈન્ફોર્મેશન પણ ખુબ જલ્દી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે છે. ગેરમાર્ગે દોરનારા વીડિયો અને અન્ય વાંધાજનક પોસ્ટની આ પદ્ધતિથી ચૂંટણી પ્રભાવિત થઈ શકે છે. આવું કરનાર સામે કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવ્યા છે.