ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપને રૂ.3967 કરોડનું દાન મળ્યું, દાન પ્રાપ્તીમાં કોંગ્રેસે પણ લગાવી છલાંગ - DONATIONS TO BJP

ભારતના ચૂંટણી પંચે તાજેતરમાં 2023-24માં રાજકીય પક્ષોને મળેલા દાનનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ જાહેર કર્યો છે.

ભાજપ-કોંગ્રેસને મળ્યું દાન
ભાજપ-કોંગ્રેસને મળ્યું દાન (ફાઈલ ફોટો)

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2025, 9:38 PM IST

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોને મળતા ડોનેશનના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાંથી નવા ખુલાસા થયા છે. ઓડિટ રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપને મળેલા દાનમાં 87 ટકાનો વધારો થયો છે, જે 3,967.14 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. શાસક ભાજપનો 2023-24નો વાર્ષિક ઓડિટ રિપોર્ટ તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

જો કે, છેલ્લાં નાણાકીય વર્ષની સરખામણીમાં, 2023-24માં ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનમાં ઘટાડો થયો છે. ભાજપને ઈલેક્ટોરલ બોન્ડના રૂપમાં 1,294.14 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે 2022-23માં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 2,360 કરોડ રૂપિયા મળ્યા હતા

અહેવાલ મુજબ, ભાજપને 2023-24માં સ્વૈચ્છિક દાન તરીકે 3,967.14 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે 2022-23માં તે 2,120.06 કરોડ રૂપિયા હતા.

2023-24 માટે ભાજપનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ દર્શાવે છે, કે ભાજપને ચૂંટણી બોન્ડના રૂપમાં 1,685.62 કરોડ રૂપિયા મળ્યા છે, જે તેના કુલ દાનના 43 ટકા છે. 2022-23માં પાર્ટીને ચૂંટણી બોન્ડના રૂપમાં 1,294.14 કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ દાનના 61 ટકા હતા.

ભાજપના ચૂંટણી ખર્ચમાં વધારો

ભાજપના ચૂંટણી ખર્ચમાં પણ ઉછાળો આવ્યો છે, જે 2022-23માં રૂ. 1,092.15 કરોડથી વધીને 2023-24માં રૂ. 1,754.06 કરોડ રૂપિયા થયો છે. રિપોર્ટ અનુસાર, ભાજપે જાહેરાતો અને પ્રચાર પર 591.39 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, લોકસભા ચૂંટણીને કારણે ખર્ચમાં વધારો થયો છે.

કોંગ્રેસના ડોનેશનમાં 320 ટકાનો વધારો

2023-24માં કોંગ્રેસને મળેલા દાનમાં વધારો થયો છે. પાર્ટીના કુલ દાનમાં 320 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસને 2022-23માં રૂ. 268.62 કરોડનું દાન મળ્યું હતું, જે 2023-24માં વધીને રૂ. 1,129.66 કરોડ થયું, કોંગ્રેસના કુલ દાનમાં ચૂંટણી બોન્ડનો હિસ્સો 73 ટકા છે. કોંગ્રેસને ઈલેક્ટોરલ બોન્ડ તરીકે 828.36 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે ગયા વર્ષે તેને 171.02 કરોડ રૂપિયા મળ્યા હતા.

કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ 2023-24માં વધીને 619.67 કરોડ રૂપિયા થયો, જ્યારે 2022-23માં તે 192.55 કરોડ રૂપિયા હતો.

આ પ્રકારે 2023-24 માટે તૃણમૂલ કોંગ્રેસના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની આવક વધીને 646.39 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે પાર્ટીની કુલ આવક 333.46 કરોડ રૂપિયા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TMCને મળેલા ડોનેશનમાં ઈલેક્ટોરલ બોન્ડનો હિસ્સો લગભગ 95 ટકા છે.

  1. ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોચ્યા કુંભમાં, સંતો સાથે કર્યું શાહીસ્નાન
  2. મહાકુંભ પર મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, કહ્યું 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી દૂર નહીં થાય'

ABOUT THE AUTHOR

...view details