ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્તારની કબર પર વિવાદ, DMએ કહ્યું- ધારા 144 લાગુ, આખું નગર થોડી આપશે માટી, અફઝલનો જવાબ- જે ઈચ્છશે તે આપશે. - Mukhtar Ansari - MUKHTAR ANSARI

મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર દરમિયાન ગાઝીપુરના ડીએમ આર્યકા અખોરી અને મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અન્સારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ડીએમએ અફઝલ અંસારીને આદર્શ આચાર સંહિતા વિશે યાદ અપાવ્યું અને કહ્યું કે કલમ 144 લાગુ છે અને તેનું પાલન કરવું જરૂરી છે.

Etv Bharatમુખ્તારની કબર પર વિવાદ
Etv Bharatમુખ્તારની કબર પર વિવાદ

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 9:17 PM IST

ગાઝીપુરઃ મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર દરમિયાન ગાઝીપુરના ડીએમ આર્યકા અખોરી અને મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અન્સારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ડીએમએ અફઝલ અંસારીને આદર્શ આચાર સંહિતાની યાદ અપાવી અને કહ્યું કે કલમ 144 લાગુ છે અને તેનું પાલન કરવું જોઈએ. જ્યારે અફઝલ કહેતો રહ્યો કે કોઈને પણ તેના ધાર્મિક હેતુ માટે પરવાનગીની જરૂર નથી. આ ચર્ચાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ડીએમ અને અફઝલ અન્સારી વચ્ચે ઉગ્ર બોલાચાલી: વાસ્તવમાં, આ સમગ્ર મામલો મુખ્તારના અંતિમ સંસ્કાર દરમિયાન બન્યો હતો. અહીં ભીડ જોઈને ડીએમએ વાંધો વ્યક્ત કર્યો હતો. જે બાદ અફઝલ અન્સારી સાથે તેમની ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી. આ ચર્ચા દરમિયાન બંને જણા ઉંચા અવાજમાં પોતપોતાના મત રજુ કરતા રહ્યા. અંતે ડીએમએ કહ્યું કે અમે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરીશું. વાંચો આ ચર્ચામાં બંનેએ શું શું કહ્યું.

અફઝલ- ચાર-પાંચ મજૂર લોકો છે. તે (બાજુમાં ઉભેલા પરિવારના સભ્ય તરફ ઈશારો કરીને) અમે છીએ.

ડીએમ- (ગુસ્સાના સ્વરમાં) એવું થોડુ છે કે અમે ગણતા રહીશુ બેઠા બેઠા.

અફઝલ- તમે ન ગણો, અમે ગણીએ છીએ.

ડીએમ- જે ઘુસી ગયા તે ઘુસી ગયા, તમે લોકો બહાર નીકળો.

અફઝલ (ગુસ્સામાં) - આ તમારી મહેરબાની પર નથી કે તમે કહેશો કે ત્રણ લોકો મૃતકને દફનાવશે.

ડીએમ- અચ્છા

ડીએમ- મહેરબાની

અફઝલ- હા

ડીએમ- હું જિલ્લા ચૂંટણી અધિકારી છું.

અફઝલ અંસારી- ગમે તે હોય.

ડીએમ- ઠીક છે, પછી અમે કાયદાકીય પગલાં લઈશું.

અફઝલ- તો તમે લો.

ડીએમ - તમે પરવાનગી થોડી લીધી છે અહી મેળાવડો યોજવાની.

અફઝલ- ધાર્મિક હેતુથી માટી આપવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી.

ડીએમ -તમે માટી આપો, નગર થોડી માટી આપશે, પરિવારના સભ્યો આપેે.

અફઝલ-નગર નહી, જ્યાંના પણ કોઈ માટી આપવા ઈચ્છેે, તે આપશે.

ડીએમએ પરવાનગીની વાત કરી

અફઝલ- દુનિયામાં કોઈ આ માટે કોઈની પરવાનગી લેતું નથી.

ડીએમ-કેમ નથી લેતા?

ડીએમ- કલમ 144 લાગુ છે, સાંસદજી

ડીએમ- 144 લાગ્યા પછી પણ તમે કોઈને માટી આપવા અને અંતિમ સંસ્કાર માટેે ન રોકી શકો.

ડીએમ- અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. ચલો, જાઓ.

ડીએમ- કાર્યવાહી કરીશું અમે તમારા બધા પર.

અફઝલ- તમે કરી લેજો પણ..

ડીએમ- દરેકની વીડિયોગ્રાફી થઈ રહી છે.

મુખ્તારની પરિવારના પૈતૃક કબ્રસ્તાનમાં દફનવિધિ: તમને જણાવી દઈએ કે બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અન્સારીને ગુરુવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને બાંદાની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. 9 ડોક્ટરોની ટીમે ત્યાં સારવાર શરૂ કરી હતી. જોકે થોડા સમય બાદ મુખ્તારનું મૃત્યુ થયું હતું. આ પછી શુક્રવારે પોસ્ટમોર્ટમ બાદ મુખ્તારના મૃતદેહને મોડી રાત્રે એમ્બ્યુલન્સ દ્વારા ગાઝીપુર લાવવામાં આવ્યો હતો. મુખ્તારને શનિવારે સવારે પરિવારના પૈતૃક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં પહોંચ્યા હતા.

  1. પૂર્વ સીએમ હેમંત સોરેન સામે ઈડીની ચાર્જશીટ દાખલ, મોટા ટીન બોક્સમાં દસ્તાવેજો સાથે કોર્ટમાં પહોંચ્યા અધિકારીઓ - ed filed charge sheet

ABOUT THE AUTHOR

...view details