ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LAC પર શાંતિ સર્જાશે ! ઘર્ષણ બિંદુઓથી સૈન્ય પાછું ખેંચવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે

સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના ઘર્ષણ બિંદુઓથી સૈન્ય પાછી ખેંચવાની પ્રક્રિયા 28-29 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2024, 8:03 AM IST

નવી દિલ્હી : સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલાં શરૂ થયેલ ડેપસાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના ઘર્ષણ બિંદુઓથી સૈન્ય પાછી ખેંચવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ભારત અને ચીનની સેના એકબીજાના બેઝ ખાલી કરવાની અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાની પુષ્ટિ કરી રહી છે. મુકાબલાના સ્થળોએથી સૈનિકોની સંપૂર્ણ પાછી ખેંચી લીધા પછી, સંકલિત પેટ્રોલિંગ શરૂ થશે.

સૈન્ય પાછું ખેંચવાની પ્રક્રિયા : ભારત લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદને ઉકેલવાની દિશામાં કામ કરી રહ્યું છે. જેથી કરીને આ ક્ષેત્રમાં ચીનની આક્રમકતા શરૂ થાય તે પહેલા એપ્રિલ 2020 પહેલા સ્થિતિને પૂર્વવત કરી શકાય. શુક્રવારના રોજ ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી કે બંને દેશોના સૈનિકો સરહદી મુદ્દાઓ પરના કરારને અનુરૂપ 'સંબંધિત કાર્ય'માં રોકાયેલા છે.

"કામ 'સરળતાથી' ચાલી રહ્યું છે. સરહદી મુદ્દાઓ પર તાજેતરના ઠરાવો અનુસાર ચીન અને ભારતીય સરહદી સૈનિકો કામમાં લાગેલા છે" -- લિન જિયા (પ્રવક્તા, ચીન વિદેશ મંત્રાલય)

ભારત-ચીન સેના વચ્ચે ઘર્ષણ :21 ઓક્ટોબરના રોજ ભારતે પૂર્વ લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર પેટ્રોલિંગ કરવા માટે ચીન સાથે કરારની જાહેરાત કરી હતી. જેનાથી ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સૈન્ય અવરોધનો અંત આવ્યો હતો. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. જ્યાં બંને નેતાઓએ પૂર્વી લદ્દાખમાં LAC પર પેટ્રોલિંગ વ્યવસ્થા પરના કરારનું સ્વાગત કર્યું હતું.

LAC પર નવી પેટ્રોલિંગ વ્યવસ્થા :વિદેશ મંત્રાલયે (MEA) ભારત-ચીન સરહદી વિસ્તારોમાં LAC પર નવી પેટ્રોલિંગ વ્યવસ્થાની જાહેરાત કર્યા પછી આ બેઠક થઈ હતી. પૂર્વી લદ્દાખમાં LAC સાથે 2020 માં શરૂ થયેલ ભારત અને ચીન વચ્ચે સરહદી અવરોધ ચીની સૈન્ય કાર્યવાહીથી શરૂ થયો હતો. જેના કારણે લાંબા સમય સુધી દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ હતો.

  1. ભારત-ચીન LAC મામલે નિષ્કર્ષ પર પહોંચ્યા! પેટ્રોલિંગ વ્યવસ્થા પર સમજૂતી
  2. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને પુનઃસ્થાપિત કરવા પાછળ ભારતનો હેતુ શું ?

ABOUT THE AUTHOR

...view details