નવી દિલ્હી :આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. હવે દિલ્હી સરકારના પ્રધાન રાજકુમાર આનંદે બુધવારના રોજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદે રાજીનામું આપીને પાર્ટીમાં ભ્રષ્ટાચાર મામલે સવાલો ઉભા કર્યા છે. તેમણે પોતે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી હતી.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ પ્રધાન રાજકુમાર આનંદે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ પહેલા જે રીતે લોકોને વચન આપ્યું હતું, તે વચન પર કોઈ કામ થયું નથી. આમ આદમી પાર્ટી વાસ્તવિક મુદ્દાઓથી ભટકી ગઈ છે.
રાજકુમાર આનંદે કહ્યું કે, હું આજથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યો છું. હું મારું નામ આ ભ્રષ્ટાચારી લોકો સાથે જોડવા માંગતો નથી. મને નથી લાગતું કે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરે આપણને જીવન જીવવાનો મંત્ર આપ્યો હોય. તેમના કારણે હું બિઝનેસમેન હોવા છતાં NGO માં જોડાયો, ધારાસભ્ય બન્યો અને પ્રધાન બનીને લોકોની સેવા કરી.
રાજકુમાર આનંદે કહ્યું કે, તેઓ અરવિંદ કેજરીવાલની સાથે ઉભા છે જેમણે બાબા સાહેબના આદર્શોને અનુસરવાની વાત કરી હતી. દરેક પ્રેસ કોન્ફરન્સ અને દરેક સરકારી ઓફિસમાં બાબા સાહેબનો ફોટો પ્રદર્શિત થાય છે. પરંતુ હવે આમ આદમી પાર્ટી વાસ્તવિક મુદ્દાઓથી ભટકી ગઈ છે.
રાજકુમાર આનંદે કહ્યું કે, આ પાર્ટીમાં દલિત ધારાસભ્ય, કાઉન્સિલર અને મંત્રીનું સન્માન નથી. હાલમાં આમ આદમી પાર્ટીના 13 રાજ્યસભા સાંસદ છે. આમ આદમી પાર્ટીનો એક પણ દલિત કે પછાત વર્ગની વ્યક્તિ રાજ્યસભા સાંસદ નથી. જ્યારે અનામતની વાત આવે છે ત્યારે આ પક્ષ મૌન જાળવે છે. તાજેતરમાં વિધાનસભામાં ઘણા લોકોની ભરતી કરવામાં આવી હતી. લાખો રૂપિયાનો પગાર આપવામાં આવ્યો, પરંતુ તેમાં દલિતોને સ્થાન આપવામાં આવ્યું નહોતું, જેના કારણે ભારે રોષ ફેલાયો હતો.
- મંત્રી આતિશીના નિવાસે પહોંચી ક્રાઈમ બ્રાંચની ટીમ, ભાજપ પર AAP ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો મામલે નોટિસ
- AAP ઓફિસ પર BJPનો હોબાળો, પ્રદેશ અધ્યક્ષ થયા ઘાયલ, ICUમાં દાખલ - Bjp Protest Against Aap