ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના ચકચારી ગેંગરેપ મામલે દોઢ વર્ષે કેસ નોંધાયો, આરોપીઓએ પીડિતાની જીભ કાપી નાખી - Delhi Gang Rape Case - DELHI GANG RAPE CASE

સામુહિક બળાત્કારના એક કેસમાં દક્ષિણ પૂર્વ જિલ્લા પોલીસની બેદરકારી પ્રકાશમાં આવી છે. એક વર્ષ પહેલા પીડિતા પર ચાલુ કારમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ઉપરાંત તે કોઈને કંઈ કહે નહીં તેથી તેની જીભ કાપી નાખવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મનમાની કરી અને કોર્ટના આદેશ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.

દિલ્હીના ચકચારી ગેંગરેપ મામલે દોઢ વર્ષે કેસ નોંધાયો
દિલ્હીના ચકચારી ગેંગરેપ મામલે દોઢ વર્ષે કેસ નોંધાયો

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 12:56 PM IST

નવી દિલ્હી : સાઉથ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ પોલીસની મનમાની અને બેદરકારીના કારણે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી પીડિતા લગભગ દોઢ વર્ષથી ન્યાય માટે ભટકી રહી છે. કોર્ટના આદેશ બાદ હવે પોલીસે કેસ નોંધ્યો છે. પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી. પીડિતાનો આરોપ છે કે, આ કેસને અકસ્માત હોવાનું દેખાડવા અને હું કોઈને કંઈ ન કહું માટે આરોપીએ મારી જીભ કાપીને રસ્તા પર ફેંકી દીધી હતી. આ ઘટના ડિસેમ્બર 2022માં બની હતી, ફરિયાદ જુલાઈ 2023માં થઈ હતી.

શું હતો મામલો ?આ સમગ્ર મામલો 29 ડિસેમ્બર 2022 ના રોજ ગોવિંદપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. પીડિતાને તેની માલકિને ફોન કરીને કહ્યું કે, તેની પુત્રીનો જન્મદિવસ છે અને ઘરે કેટલાક મહેમાનો આવશે અને બધા માટે ભોજન બનાવવું પડશે. જ્યારે પીડિતા ત્યાં ઘરે પહોંચી અને કામ કરી રહી હતી ત્યારે તેના ઠંડા પીણામાં નશીલો પદાર્થ મેળવી દેવામાં આવ્યો હતો. જેના કારણે તે બેભાન થઈ ગઈ અને બીજા દિવસે જ્યારે તે જાગી તો તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં હતી. બાદમાં તેને ખબર પડી કે તેની જીભ કપાઈ ગઈ છે.

પીડિતાનો આરોપ :પીડિત યુવતીનો આરોપ છે કે આ પહેલા તેને ગોવિંદપુરી વિસ્તારથી મહિપાલપુર લઈ જવામાં આવી હતી. જ્યાં ચાલતી કારમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તે સંધ્યા નામની મહિલા માટે ઘરકામ કરતી હતી. આ પાછળનું કારણ શું હતું ? આ જાણી શકાયું નથી.

પોલીસની બેદરકારી :દિલ્હી પોલીસે આ મામલાને અકસ્માત ગણ્યો હતો. દિલ્હી પોલીસની સાથે ગુરુગ્રામ પોલીસે પણ આ મામલાને અકસ્માત ગણ્યો હતો. પીડિતા પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપીઓએ તેને રોડ પર ફેંકી દીધી અને રોડ એક્સિડન્ટ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીડિતાની મેડિકલ તપાસ પણ કરાવી નહોતી.

કોર્ટના આદેશ બાદ કેસ નોંધાયો :પીડિતાનો એવો પણ આરોપ છે કે, સાકેત કોર્ટના આદેશ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ફરિયાદ અને તમામ આક્ષેપો કર્યા પછી પણ કેસ નોંધવામાં આવ્યો ન હતો. તમને જણાવી દઈએ કે કોર્ટના દબાણ બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ આમાં ત્રણ લોકો તેમજ ઘરની માલિક પણ સામેલ છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

  1. આગ્રામાં સામૂહિક બળાત્કાર, પ્રેમિકાને મળવા જંગલમાં બોલાવી, પછી મિત્રોને સોંપી, ત્રણ આરોપી ઝડપાયા
  2. ઝારખંડના દુમકામાં સ્પેનિશ મહિલા સાથે ગેંગરેપ મામલે અત્યાર સુધી ત્રણ આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details