મુંબઈ: હેટ સ્પીચ મામલે કોર્ટમાં રજૂ કરાયેલા મૌલાના સલમાન અઝહરીના વકીલે ઘાટકોપર પોલીસ પર આક્ષેપ કર્યા છે. મૌલાનાના વકીલ રત્નાકર દાવરેએ કહ્યું કે, ઘાટકોપર પોલીસે અઝહરીની અટકાયતમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે. મૌલાનાની કોઈપણ તબીબી તપાસ કર્યા વિના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જો કોઈ પણ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, તો તે પહેલા તબીબી તપાસ કરાવવી જરુર છે.
મૌલાનાના વકીલે કહ્યું કે, અમે આવતી કાલે હાઈ કોર્ટમાં ઘાટકોપર પોલીસ સ્ટેશન વિરુદ્ધ રજૂઆતો કરીશું. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા કથિત હેટ સ્પીચના કેસમાં ધરપકડ કરાયેલ સલમાન અઝહરીના રવિવારે મુંબઈની કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. સોમવારે અમદાવાદમાં તપાસ એજન્સીની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે રવિવાર મોડી રાત્રે ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર અઝહરીની મુક્તિની માંગ સાથે એકઠા થયેલા ટોળા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.
મુંબઈ પોલીસે ટોળા વિરુદ્ધ જે કેસ નોંધ્યો છે તેમાં આઈપીસીની વિવિધ કલમો 353, 332, 333, 341, 336 અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે. ટોળા વિરુદ્ધના કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરાઈ છે. જો કે આ કેસના બચાવમાં મૌલાનાના અન્ય વકીલ કૈફ મુજાવરે કહ્યું કે, રવિવાર રાત્રે યોજાયેલ દેખાવ અને પ્રદર્શન શાંતિપૂર્ણ હતા. મૌલાના અઝહરીની ધરપકડનો વિરોધ કરનારા લોકો શાંતિપૂર્ણ રીતે ઊભા હતા. આ કેસમાં પોલીસ કલમ 353નો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.
તેમણે ઉમેર્યુ કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આરોપીનું મેડિકલ ફરજિયાત છે. ઘાટકોપર પોલીસ સ્ટેશનની હિંમત જૂઓ કે તેઓ તબીબી તપાસ કર્યા વિના સીધા જ આરોપીને કોર્ટમાં લાવ્યા હતા. ગુજરાત પોલીસ મુંબઈ પહોંચી અને કથિત હેટ સ્પીચ કેસમાં મુફ્તી સલમાન અઝહરીને અટકાયત કરી લીધી હતી.
મુફ્તી સલમાન અઝહરીનું ભાષણ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, તે 31 જાન્યુઆરીની રાત્રે ગુજરાતના જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું. (ANI)
- Maulana Azahari: જૂનાગઢ કોર્ટે હેટ સ્પીચ મામલે મૌલાના અઝહરીના 1 દિવસના રિમાન્ડનો આદેશ કર્યો
- Kutch Crime : કચ્છમાં સામખિયાળી પોલીસમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે ફરિયાદ