ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શોપિયાંમાં જવાને ખુદને ગોળી મારી, કિશ્તવાડમાં પણ સેનાના જવાનનું મોત - CRPF MAN SHOOTS HIMSELF

જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ ઘટનાઓમાં સેનાના 2 જવાનોના મૃત્યું થયું છે. હાલ બંને કેસમાં તપાસ ચાલી રહી છે.

અલગ-અલગ ઘટનાઓમાં સેનાના બે જવાનોના મોત થયા
અલગ-અલગ ઘટનાઓમાં સેનાના બે જવાનોના મોત થયા (IANS)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 1:17 PM IST

શ્રીનગર: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક સૈનિકે મંગળવારના રોજ પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી દીધી હતી. સૈનિક દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં તૈનાત હતો. મૃતક CRPF જવાનની ઓળખ 178 બટાલિયનના પરમવીર તરીકે થઈ છે.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શોપિયાં જિલ્લાના જૈનાપોરા બાગાયત ફાર્મમાં બની હતી. જ્યારે એક CRPF જવાને પોતાની સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને સૈનિકે આ પગલું શા માટે ભર્યું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બીજી ઘટનામાં સેનાના જવાનનું મોત થયું

અન્ય એક ઘટનામાં જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચટરુ વિસ્તારમાં એક સૈનાના જવાનનું ગોળી વાગવાથી મોત થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સેનાના જવાનની સર્વિસ રાઈફલમાંથી અચાનક ફાયરિંગ થવાથી તેનું મોત થયું હતું. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પોલીસે ગુનો નોંધ્યો

સૂત્રોએ જણાવ્યું કે, સૈનિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતક સૈનિકની ઓળખ સત ગણમ સિંહ પુત્ર બલકાર સિંહ નિવાસી ન્યૂ દીવાન ગૃહ ચકરોહી, સુચિતગઢ, જમ્મુના રુપમાં થઇ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. શ્રીનગરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ

ABOUT THE AUTHOR

...view details